ત્રણ વર્ષોમાં 23 સામુહિક બળાત્કાર કરનારી ગેંગનો પર્દાફાશ

Posted By:
Subscribe to Oneindia News

હૈદરાબાદ, 17 જાન્યુઆરી: આંધ્ર પ્રદેશ પોલીસે ચિત્તૂરમાં એક એવા ગેંગને પકડી પાડી છે, જેણે છેલ્લા ત્રણ વર્ષોમાં કથિત રીતે 23 મહિલાઓ પર સામૂહિક બળાત્કાર ગૂજાર્યો છે. કહેવામાં આવ્યું રહ્યું છે કે આ ગેંગમાં સેનાનો એક જવાન પણ સામેલ છે, જે રજાઓ દરમિયાન ઘરે આવીને બળાત્કાર અને લૂંટ જેવા ગુનાઓને અંજામ આપતો હતો.

પોલીસને આ મામલે પહેલી લીડ એ સમયે મળી જ્યારે તે નવેમ્બરમાં ફોરેસ્ટ ડિવિઝનના બે કોન્સ્ટેબલો જવાહર લાલ નાઇક અને જી દેવેન્દ્રની હત્યાઓની તપાસ કરી રહી હતી. પોલીસ જ્યારે જંગલમાં ડબલ મર્ડરની તપાસ કરી રહી હતી તો એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે તેણે હત્યાના એક દિવસ પહેલા જોયું હતું કે કેટલાંક લોકો એક યુવતીને જબરદસ્તી લઇ જઇ રહ્યા છે. તપાસ દરમિયાન પોલીસને એક કોન્સ્ટેબલની હથેળી પર એક ગાડીનો રજિસ્ટ્રેશન નંબર પણ લખેલો મળ્યો.

પોલીસે આ ગાડીના માલિક વી મણિકંટ ઉર્ફ સંપતની ધરપકડ કરી લીધી. 27 વર્ષીય સંપત સેલમનો રહેનાર છે અને તે જ આ ગેંગનો વડો છે. સંપત સાથેની પૂછપરછના આધાર પર પોલીસ ગેંગના બીજા ચાર આરોપીઓ સુધી પહોંચી ગઇ. પૂછપરછમાં આ લોકોએ ઘણીબધા બળાત્કાર અને લૂંટમાં સામેલ હોવાની વાત કબૂલી.

ચિત્તૂરના એસપી એચ. રામાકૃષ્ણને જણાવ્યું કે આ ગેંગ ચિત્તૂર, કોલાર ગોલ્ડ ફીલ્ડ, કર્ણાટક અને સેલમમાં ઓપરેટ કરી રહ્યો હતો. આ લોકો સુમસામ વિસ્તારોમાં લોકોને નિશાનો બનાવતા હતા. તેમણે જણાવ્યું કે 'આ લોકોએ કબૂલ્યું છે કે અત્યાર સુધી તેઓ 23 મહિલાઓની સાથે ગેંગરેપ કરી ચૂક્યા છે.' બળાત્કાર અને લૂંટની ઘટનાઓને અંજામ આપતી વખતે ક્યારેક ક્યારે ગેંગમાં 16 સભ્યો પણ રહેતા.

English summary
In three year 23 gang rape done by a gang in Hyderabad, arrested by police.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.