For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'યુપીમાં નવરાત્રિ બાદ મોદી કરશે ચુંટણીનો શંખનાદ, લખનઉમાં યોજાશે મહારેલી'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરી આત્મવિશ્વાસથી ભરપૂર ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ઉત્તર પ્રદેશમાં ચુંટણીનો શંખનાદ કરવા માટે ઉત્સુક છે. સૂત્રોનું માનીએ તો નવરાત્રિ બાદ નરેન્દ્ર મોદીની ચુંટણી સભાઓ યોજાશે અને નરેન્દ્ર મોદી કુલ 9 રેલીઓને સંબોધિત કરશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર નરેન્દ્ર મોદીની રેલીઓનો કાર્યક્રમ ભાજપ નવરાત્રિ બાદ નક્કી કરશે. નરેન્દ્ર મોદીની રેલીઓ માટે ઉત્તર પ્રદેશને આઠ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. આ બધા આઠ સ્થળો પર નરેન્દ્ર મોદી રેલીને સંબોધિત કરશે. આ આઠ ઝોનમાં રેલી બાદ પાર્ટી લખનઉમાં નરેન્દ્ર મોદીની રેલીનું આયોજન કરશે જ્યાં નરેન્દ્ર મોદી મહારેલીને સંબોધિત કરશે.

narendra-modi

દેશમાં નરેન્દ્ર મોદીની વધતી જતી લોકપ્રિયતા અને તેમની રેલીઓમાં એકઠી થતી ભીડથી ભાજપનો ઉત્સાહ વધી રહ્યો છે. ભાજપ સમજે છે કે 2014ની લોકસભાની ચુંટણીમાં જો તેને સત્તામાં પહોંચાડવી છે તો તેને સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં સારી એવી સીટો પ્રાપ્ત કરવી પડશે ત્યારે તે કેન્દ્ર પર પોતાનો દાવો રજૂ કરી શકશે.
નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવ્યા બાદ ભાજપના કાર્યકર્તાઓમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાર્ટી તેને એક મોટી સકારાત્મક વસ્તુ માને છે.

English summary
Narendra Modi's controversial right-hand man Amit Shah has drawn up an ambitious Uttar Pradesh plan for the BJP's 2014 general election campaign, with a series of Modi rallies at the centre of it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X