For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહાર કોંગ્રેસ મુખ્યાલય સદાકત આશ્રમ પર આવકવેરા વિભાગના દરોડા, લાખો રૂપિયા મળ્યા

બિહાર કોંગ્રેસ મુખ્યાલય સદાકત આશ્રમ પર આવકવેરા વિભાગના દરોડા, લાખો રૂપિયા મળ્યા

|
Google Oneindia Gujarati News

પટનાઃ આગામી અઠવાડિયે બિહારમાં વિધાનસભા ચૂંટણી માટે પહેલા તબક્કાનું મતદાન થનાર છે. આ દરમ્યાન પટનાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આવકવેરા વિભાગની ટીમે પટનાના કોંગ્રેસ ઑફિસ અદાકત આશ્રમમાં દરોડા પાડ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ટીમ સદાકત આશ્રમમાં નેતાઓની પૂછપરછ કરી રહી છે. આ દરમ્યાન કોંગ્રેસ ઑફિસ પર નોટિસ ચિપકાવવામાં આવી છે. આ દરોડાને લઈ કોંગ્રેસ તરફતી હજી સુધી કંઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું.

sadaqat ashram

મીડિયા રિપોર્ટ્સ મુજબ પટના સ્થિત કોંગ્રેસ મુખ્યાલયમાં એક કલાક સુધી આવકવેરાના દરોડા ચાલ્યા, જેમાં રૂપિયાની લેણદેણને લઈ કેટલાય નેતાઓની પૂછપરછ કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આવકવેરા વિભાગને કોંગ્રેસની ઑપિસથી 8 લાખ રૂપિયા રોકડ મળી આવ્યા ચે. મળેલી જાણકારી મુજબ બિહાર ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસના કેટલાય નેતાઓ પર ખોટી રીતે બ્લેકમનીની લેણદેણનો આરોપ છે.

ફ્રી વેક્સીન ભાજપના વચનને લઈ રાહુલ ગાંધીએ ભાજપ પર કર્યો પ્રહારફ્રી વેક્સીન ભાજપના વચનને લઈ રાહુલ ગાંધીએ ભાજપ પર કર્યો પ્રહાર

સૂત્રોએ જણાવ્યા મુજબ બિહારના કેટલાક સ્થાનીય નેતાઓ અને કેટલાક ત્યાંના સ્થાનિક લોકો વચ્ચે થયેલ લાખો-કરોડો રૂપિયાની લેણદેણને મુદ્દે ઈનકમ ટેક્સ વિભાગની ટીમ પૂછપરછ કરશે. ઈનકમ ટેક્સ વિભાગના રડાર પર કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા કેટલાક બિહાર મૂળના સ્થાનિક નેતા છે.

English summary
Income tax department raids on Bihar Congress headquarter Sadakat Ashram
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X