અત્તરના વેપારીના ઘરે ઇન્કમ ટેક્સ વિભાગના દરોડા, ઘરમાંથી મળ્યા અધધ નોટોના બંડલ
આવકવેરા વિભાગે ઉત્તર પ્રદેશના કાનપુરમાં પરફ્યુમના વેપારી પીયૂષ જૈનના સ્થાન પર દરોડા પાડ્યા હતા, જેની કાર્યવાહી હજુ પણ ચાલુ છે. દરોડા દરમિયાન ટીમને ત્યાંથી એટલી રોકડ મળી આવી કે તેમના હોશ ઉડી ગયા. છેલ્લા 24 કલાકથી નોટો ગણવ
આવકવેરા વિભાગે ઉત્તર પ્રદેશના કાનપુરમાં પરફ્યુમના વેપારી પીયૂષ જૈનના સ્થાન પર દરોડા પાડ્યા હતા, જેની કાર્યવાહી હજુ પણ ચાલુ છે. દરોડા દરમિયાન ટીમને ત્યાંથી એટલી રોકડ મળી આવી કે તેમના હોશ ઉડી ગયા. છેલ્લા 24 કલાકથી નોટો ગણવાનું કામ ચાલી રહ્યું છે, પરંતુ હજુ સુધી તે પૂર્ણ થયું નથી. આ આખો ખેલ અબજોની કરચોરીનો છે, જેના કારણે DGGI ટીમ પીયૂષ જૈનના પુત્ર પ્રત્યુષની પૂછપરછ કરી રહી છે. આ સિવાય ત્યાં હાજર તમામ પુરાવાઓને કસ્ટડીમાં લેવામાં આવી રહ્યા છે.

નકલી બિલનો ઉપયોગ
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC)ના અધ્યક્ષ વિવેક જોહરીએ જણાવ્યું કે જૈનના ઘરે દરોડા પાડ્યા બાદ નકલી બિલ અને નકલી ક્રેડિટનો કેસ નોંધવામાં આવ્યો છે. GST કાયદો કહે છે કે જો તમારું બિલ ચોક્કસ મર્યાદા કરતાં વધી જાય તો બહુવિધ બિલ જનરેટ કરવા પડશે. દરોડા દરમિયાન, ટીમને એક એવી વસ્તુ મળી જેના પર ટેક્સનો દર 28 ટકાથી વધુ છે. તેમણે વધુમાં કહ્યું કે તપાસમાં સામે આવ્યું છે કે આ લોકો કોઈપણ બિલ અને ઈ-વે બિલ વગર સામાન મોકલતા હતા. તેમાં 2-3 પક્ષો સામેલ છે. અમને મળેલા તમામ બિલ બોગસ હતા. ઘણી વસ્તુઓના ભાવ ઓછા દર્શાવવામાં આવ્યા હતા. હાલ દરોડાની કાર્યવાહી ચાલુ છે.

150 કરોડ રોકડ મળી
જોહરીએ વધુમાં જણાવ્યું હતું કે અમને એવી માહિતી મળી છે કે પાન મસાલા અને ઝી કંપની ત્રિમૂર્તિ ફ્રેગરન્સ બિલ ભર્યા વિના અને ટેક્સ ચૂકવ્યા વિના એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ મોકલતી હતી. અત્યાર સુધીમાં લગભગ 150 કરોડની રોકડ મળી છે, જેની ગણતરી મશીનો દ્વારા કરવામાં આવી રહી છે. દરોડાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ વધુ વિગતો આપવામાં આવશે.

વીડિયો આવ્યો સામે
દરોડાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક રૂમમાં ચારેબાજુ નોટોના બંડલ પડ્યા છે. આ સાથે જ દરોડા પાડનાર ટીમના સભ્યો મશીન વડે તે નોટો ગણી રહ્યા હતા. આ જંગી રોકડને જોતા, CBIC અને આવકવેરા વિભાગે વધારાના મશીનો પણ મંગાવ્યા છે.
#WATCH | As per Central Board of Indirect Taxes and Customs chairman Vivek Johri, about Rs 150 crores have been seized in the raid, counting still underway.
— ANI (@ANI) December 24, 2021
Visuals from businessman Piyush Jain's residence in Kanpur. pic.twitter.com/u7aBTJhGxW
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
