For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચેન્નઇ: આયકર વિભાગની રડારમાં વી કે શશિકલા, સર્મથકોએ કર્યો વિરોધ

ચેન્નઇમાં શુક્રવાર મોડી રાતે શશિકલાના પોસ ગાર્ડન ઘરમાં અને અન્ય જગ્યાએ આયકર વિભાગે છાપેમારી કરી હતી. જો કે એઆઇડીએમકેના સમર્થકોએ આ છાપેમારીનો વિરોધ કર્યો હતો અને તેને રાજકીય ષડયંત્ર કહ્યું હતું.

|
Google Oneindia Gujarati News

ઓલ ઇન્ડિયા અન્ના દ્વવિડ મુનેત્ર કડગમ એટલે કે એઆઇડીએમકે ના નેતા વી.કે. શશિકલા અને તેમના પરિવારજનોને ત્યાં શુક્રવાર સાંજથી મોડી રાત સુધી આયકર વિભાગની રેડ પાડવામાં આવી હતી. આયકર વિભાગે પોસ ગાર્ડનમાં રેડ પાડી હતી. જે દરમિયાન શશિકલા અને જયલલિતાના સેક્રેટરીના રૂમની પણ તપાસ કરવામાં આવી હતી. પોશ ગાર્ડનની રેડ દરમિયાન મોટી સંખ્યામાં એઆઇડીએમકેના સમર્થકો ભેગા થયા હતા. અને તેમણે આ છાપેમારીનો વિરોધ કર્યો હતો. વધુમાં આયકર વિભાગ ઉપરાંત મોટી સંખ્યામાં પોલીસ દળ પણ અહીં ઉતારવામાં આવ્યું હતું.

raids

આયકર વિભાગની છાપેમારી વચ્ચે જયા ટીવીના સીઇઓ વિવેક જયરમણ પોસ ગાર્ડન પહોંચ્યા હતા. અને તેમને અને શશિકલાના સમર્થકોએ આ છાપેમારીનો વિરોધ કરતા પોલીસે તેમની અટક કરી હતી. અમ્માના સમર્થકોએ આ છાપેમારેને રાજનૈતિક ષડયંત્ર કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહમાં પણ શશિકલા અને તેના સહયોગીઓને ત્યાં છાપેમારી કરવામાં આવી હતી. આ રેડમાં કુલ 1400 કરોડ રૂપિયાથી વધુની બેનામી સંપત્તિ મળી હતી. ઉલ્લેખનીય છે કે આવકથી વધુ સંપત્તિ રાખવા મામલે હાલ શશિકલા જેલમાં છે. અને તેમના સહયોગી ઇલાવરાસી પર પણ આરોપ લગાવવામાં આવ્યો છે.

English summary
Income Tax raids Sasikala and her relatives properties in Chennai Poes Garden
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X