BBC ઓફિસો પર સર્વે મુદ્દે ઈન્કમ ટેક્સનું નિવેદન સામે આવ્યુ, જાણો સર્વે શું મળ્યુ?
બીબીસી ઓફિસો પર ઈન્કમટેક્સનો સર્વે પુરો થયો બાદ હવે ઈન્કમ ટેક્સનું નિવેદન સામે આવ્યુ છે. ઈન્કમ ટેક્સે પુરાવા મળ્યા હોવાનું જણાવ્યુ છે.
નવી દિલ્હી : વિદેશી મીડિયા કંપની બીબીસી પર સર્વેને લઈને સતત વિપક્ષ સરકાર પર પ્રકારો કરી રહ્યું છે ત્યારે હવે ઈન્કમટેક્સ વિભાગનું નિવેદન સામે આવ્યુ છે. ઈન્કમ ટેક્સ વિભાગે પોતાના નિવેદનમાં ટેક્સ ચુકવણીમાં ગેરરીતી મળી હોવાનું જણાવ્યુ છે.

ઈન્કમ ટેક્સ વિભાગે બીબીસીની દિલ્હી અને મુંબઈની ઓફિસો પર સર્વે કરીને પુરાવા એકત્ર કર્યા હતા. હવે સર્વે દરમિયાન બીબીસી ગ્રુપે ઓછી આવક બતાવીને ટેક્સ બચાવવાનો પ્રયાસ કર્યો હોવાના પુરાવા મળ્યા હોવાનું ઈન્કમ ટેક્સ વિભાગે જણાવ્યુ છે. ઈન્કમટેક્સ વિભાગે જણાવ્યુ છે કે, સંસ્થાના સંચાલનથી સંબંધિત વિભાગ દ્વારા એકત્રિત કરવામાં આવેલા પુરાવા સ્પષ્ટપણે દર્શાવે છે કે બીબીસીના વિદેશી એકમો દ્વારા નફાના ઘણા સ્ત્રોત હતા. આના પર ભારતમાં બાકી ટેકસ ચૂકવાયો નથી.
ઈન્કમ ટેક્સ વિભાગે જણાવ્યુ છે કે, વિદેશમાં અને દેશમાં એવા ઘણા કર્મચારીઓ છે જેને ભારતીય એકમ દ્વારા ચૂકવણી કરવામાં આવી હતી પરંતુ તેના પર પણ ટેક્સ ચૂકવાયો નથી. આ તમામ નાણાકીય ગેરરીતિઓ BBC કર્મચારીઓના નિવેદનો, ડિજિટલ પુરાવા અને દસ્તાવેજોના આધારે બહાર આવી છે.
આ મુદ્દે સીબીડીટીએ કહ્યું કે, આવકવેરા ટીમોને કર્મચારીઓના નિવેદનો, ડિજિટલ પુરાવા અને દસ્તાવેજો દ્વારા મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે. સીબીડીટીએ જણાવ્યું કે વિવિધ જૂથની સંસ્થાઓ દ્વારા દર્શાવવામાં આવેલી આવક અને નફો ભારતમાં કામગીરીના સ્કેલ સાથે સુસંગત નથી.
અહીં તમને જણાવી દઈએ કે, બીબીસીએ હાલમાં જ પીએમ મોદી પર ડોક્યુમેન્ટરી રિલિઝ કરી હતી. આ સર્વે તેને લઈને કરાઈ હોવાના આરોપ લગાવી રહી છે.












Click it and Unblock the Notifications
