દિલ્હી અને મુંબઈની બીબીસીની ઓફિસો પર ઈન્કમટેક્સનો સર્વે ખતમ, જાણો શું મળ્યુ?

આ મુદ્દે બીબીસીએ જણાવ્યુ કે, આવકવેરા વિભાગે ગુરુવારે રાત્રે લગભગ 10 વાગ્યે દિલ્હી અને મુંબઈની ઓફિસમાં તેની કાર્યવાહી પૂર્ણ કરી છે. બીબીસીએ કહ્યું કે અમે આ તપાસમાં સંપૂર્ણ સહકાર આપી રહ્યા છીએ.

નવી દિલ્હી : બીબીસી ઓફિસો પર ઈન્કમ ટેક્સનો સર્વે પુરો થઈ ગયો છે. બે દિવસ બાદ ઈન્કસટેક્સે સર્વેની કામગીરી પુરી કરી છે. હવે ટીમ પોતાનું કામ પુરૂ કરીને પરત ફરી ગઈ છે. ઈન્કમ ટેક્સે ટેક્સ ચોરી મુદ્દે મંગળવારે સવારે દિલ્હી અને મુંબઈમાં બીબીસીની ઓફિસમાં સર્વેની કામગીરી શરૂ કરી હતી.

bbc

આ મુદ્દે બીબીસીએ જણાવ્યુ કે, આવકવેરા વિભાગે ગુરુવારે રાત્રે લગભગ 10 વાગ્યે દિલ્હી અને મુંબઈની ઓફિસમાં તેની કાર્યવાહી પૂર્ણ કરી છે. બીબીસીએ કહ્યું કે અમે આ તપાસમાં સંપૂર્ણ સહકાર આપી રહ્યા છીએ. અમે અમારા કર્મચારીઓને પણ મદદ કરી રહ્યા છીએ.

બીબીસીએ આગળ જણાવ્યુ કે, કેટલાક સ્ટાફને લાંબી પૂછપરછનો સામનો કરવો પડ્યો છે અને કેટલાકને રાતભર ઓફિસમાં રહેવું પડ્યું. અમારું આઉટપુટ અને પત્રકારત્વ સંબંધિત કાર્ય બાકીના દિવસની જેમ ચાલુ રહેશે. અમે ભારતમાં અને અન્યત્ર અમારા પ્રેક્ષકોને સેવા આપવા માટે પ્રતિબદ્ધ છીએ.

સર્વે દરમિયાન અધિકારીઓએ પસંદગીના કર્મચારીઓ પાસેથી નાણાકીય ડેટા એકઠા કર્યા હતા. આ સિવાય ઇલેક્ટ્રોનિક અને પેપર રેકોર્ડની નકલો બનાવાઈ છે. રિપોર્ટ અનુસાર, અધિકારીઓએ સ્ટોકની ઈન્વેન્ટરી બનાવી છે અને કેટલાક કર્મચારીઓના નિવેદનો રેકોર્ડ કર્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે બીબીસીની પેટા કંપનીઓની આંતરરાષ્ટ્રીય કરવેરા અને ટ્રાન્સફર પ્રાઇસિંગ સંબંધિત મુદ્દાઓની તપાસ ક માટે આ સર્વે કરાયો છે.

અહીં તમને જણાવી દઈએ કે, બીબીસીએ પીએમ મોદી પરની ડોક્યુમેન્ટરી રિલિઝ કર્યા બાદ હવે આ સર્વે કરાયો હોવાનો આરોપ લાગી રહ્યો છે. વિપક્ષ પણ સતત સરકાર પર પ્રહારો કરી રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X