For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

9 રાજ્યોના 115 જિલ્લામાં કોરોના કેસમાં વધારો, વેક્સિનેશન વધારવા સૂચના!

દેશમાં કોરોનાના કેસ ફરી ઝડપથી વધી રહ્યા છે. કેન્દ્રએ 9 રાજ્યોના 115 જિલ્લાઓમાં કોવિડ-19ની સ્થિતિની સમીક્ષા કરી છે, જેમાં કોવિડ કેસ અને સકારાત્મકતા દરમાં વધારો જોવા મળ્યો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 જુલાઇ : દેશમાં કોરોનાના કેસ ફરી ઝડપથી વધી રહ્યા છે. કેન્દ્રએ 9 રાજ્યોના 115 જિલ્લાઓમાં કોવિડ-19ની સ્થિતિની સમીક્ષા કરી છે, જેમાં કોવિડ કેસ અને સકારાત્મકતા દરમાં વધારો જોવા મળ્યો છે. આ સાથે કોવિડના પરીક્ષણ અને નિવારણ માટે રસીકરણના અભાવ અંગે પણ ચેતવણી આપવામાં આવી છે.

corona vaccine

કેન્દ્ર સરકારે રાજ્યોને દૈનિક જિલ્લાવાર SARI અને ILI કેસોની જાણ કરવા અને મોનિટર કરવાનો આદેશ આપ્યો છે.

કોરોના સામે રક્ષણ માટે સરકારે બૂસ્ટર ડોઝ માટે ફ્રી ડ્રાઈવ શરૂ કરી છે. આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે લોકો રસીકરણ વિશે જાગૃત નથી. આ સાથે સરકારે કહ્યું કે જેમને બંને ડોઝ મળ્યા છે તેઓએ સાવચેતી તરીકે કોવિડ રસીના બૂસ્ટર ડોઝ લેવો આવશ્યક છે. આ સાથે લોકોને રસીકરણ માટે પ્રેરિત કરવા પણ કહેવાયુ છે.

અહીં તમને જણાવી દઈએ કે ભારતમાં હવે ફરી એક વખત કોરોનાના કેસ નોંધપાત્ર રીતે વધતા જોવા મળી રહ્યાં છે. કોરોના કેસ આમ જ વધતા રહે તો સમસ્યાઓ ફરી ઉભી થઈ શકે એમ છે ત્યારે હવે સરકાર એક્શનમાં જોવા મળી છે.

English summary
Increase in corona cases in 115 districts of 9 states
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X