IND vs NZ 1st Test : ભારત બેંગલુરુ ટેસ્ટ બચાવી શકશે કેમ? જાણો હાલની સ્થિતીએ ભારત કેટલુ મજબુત?
India vs New Zealand 1st Test : ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પહેલી ટેસ્ટમાં ભારતીય ટીમ કફોડી સ્થિતીમાં છે. ભારત આ ટેસ્ટ બચાવી શકશે કે તે મોટો સવાલ છે.
પહેલી ઈનિંગમાં ભારતીય ટીમના ઘબડકા બાદ ન્યૂઝીલેન્ડે મોટો સ્કોર કર્યો છે. ભારત પહેલી ઈનિંગથી જ મોટા માર્જીનથી પાછળ છે. જો કે બીજી ઈનિંગમાં ભારતીય ટીમ મજબુત જોવા મળી છે અને ત્રણ વિકેટ ગુમાવીને 231 રન બનાવી લીધા છે.

બેંગલુરુમાં ચાલી રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં રોમાંચક વળાંક આવ્યો છે. પ્રથમ ઇનિંગમાં ભારત 46 રનમાં ઓલઆઉટ થયા બાદ ન્યૂઝીલેન્ડની ટીમે રચિન રવિન્દ્રની શાનદાર સદીની મદદથી 402 રન બનાવ્યા. ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતે તેના બીજા દાવમાં 231 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી છે.
હાલ ભારતીય ટીમ આ મેચમાં 125 રનથી પાછળ છે. બીજી ઇનિંગમાં રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલની ઓપનિંગ જોડીએ ભારતને શાનદાર શરૂઆત અપાવી . આ જોડીએ પ્રથમ વિકેટ માટે 72 રનની ભાગીદારી કરી. જયસ્વાલ 35 રન બનાવીને આઉટ થયો. આ પછી કેપ્ટન રોહિતે 52 રન બનાવ્યા બાદ 95ના સ્કોર પર પોતાની વિકેટ ગુમાવી દીધી.
આ પછી સરફરાઝ ખાન અને વિરાટ કોહલીએ બાજી સંભાળી અને ભારતના સ્કોરને 200થી આગળ લઈ ગયા. કોહલીએ 70 રન બનાવ્યા બાદ દિવસના છેલ્લા બોલે પોતાની વિકેટ ગુમાવી દીધી.
કોહલીએ ન્યૂઝીલેન્ડની ટીમ સામે તેની બીજી ઇનિંગમાં 53 રન બનાવ્યા ત્યારે તેણે 9000 રનનો આંકડો પાર કર્યો. હવે તે 9000 ટેસ્ટ રન બનાવનાર ભારતનો ચોથો બેટ્સમેન બની ગયો છે. ભારતીય બેટ્સમેનોમાં આ પહેલા સચિન તેંડુલકર (15,921), રાહુલ દ્રવિડ (13,265) અને સુનીલ ગાવસ્કર (10,122) આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.












Click it and Unblock the Notifications
