IND vs SL : એશિયા કપની ફાઈનલમાં ભારતની શરમજનક હાર, શ્રીલંકાએ એશિયા કપ પોતાના નામે કર્યો

India vs Sri Lanka Final : ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું એશિયા કપ જીતવાનું સપનું તુટ્યુ છે. શ્રીલંકાએ ભારતને હરાવીને ટ્રોફી પર કબ્જો કરી લીધો છે.

શ્રીલંકા મહિલા ટીમે ભારતનું સપનું તોડયુ છે. મહિલા એશિયા કપની ફાઇનલમાં શ્રીલંકાની ટીમે ભારત સામે શાનદાર પ્રદર્શન કર્યું અને મેચ જીતીને ટાઈટલ પર કબ્જો કરી લીધો.

India vs Sri Lanka Final

ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ મળીને પ્રથમ વિકેટ માટે 44 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન ભારતીય ટીમને પહેલો ઝટકો શેફાલીના રૂપમાં લાગ્યો હતો. તે 16 રનના વ્યક્તિગત સ્કોર પર પેવેલિયન પરત ફરી.

અહીંથી ભારતની કેટલીક વિકેટ પડી. ઉમા છેત્રીએ 9 રન અને કેપ્ટન હરમનપ્રીત કૌરે 11 રન બનાવ્યા, જો કે, સ્મૃતિ મંધાનાએ એક છેડેથી રન બનાવીને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી. તે ફિફ્ટી ફટકારવામાં સફળ રહી. મંધાનાએ 47 બોલનો સામનો કરીને 60 રનની ઇનિંગ રમી.

જેમિમાહ રોડ્રિગ્સે 29 રનની ઇનિંગ રમી અને અંતે રિચા ઘોષે 14 બોલનો સામનો કરીને 30 રનની તોફાની ઈનિંગ રમી અને ટીમ ઈન્ડિયાનો સ્કોર 6 વિકેટે 165 રન સુધી પહોંચાડ્યો. શ્રીલંકા તરફથી કવિશા દિલહારીએ સૌથી વધુ 2 વિકેટ લીધી હતી.

જવાબી ઇનિંગ્સમાં રમી રહેલા શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી હતી, વિશ્મી ગુણારત્ને 1 રનના અંગત સ્કોર પર આઉટ થઈ. આ પછી શ્રીલંકા માટે ચમારી અટાપટ્ટુએ ધમાકો કર્યો અને તોફાની ફિફ્ટી ફટકારી. હર્ષિતા સમરવિક્રમા પણ તેની સાથે ઉભી રહી અને બંને વચ્ચે ભાગીદારી થઈ. અટાપટ્ટુને દીપ્તિએ 61ના અંગત સ્કોર પર આઉટ કરી.

હર્ષિતાએ એક છેડે બેટિંગ કરી અને ફિફ્ટી ફટકારી અને ટીમને જીતની નજીક લઈ ગઈ. તેણે 51 બોલમાં અણનમ 69 રન બનાવ્યા. તેની સાથે કવિશા દિલહારી પણ 30 રન બનાવીને અણનમ પરત ફરી. શ્રીલંકાએ 8 બોલ બાકી રહેતા 2 વિકેટે 167 રન બનાવીને મેચ જીતી લીધી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X