...જ્યાં સ્વતંત્રતા દિન 5 ઓગસ્ટે જ ઉજવી દેવાયો

આવું એટલા માટે થયું છે કે આ મંદિરમાં આઝાદીના આ ઉત્સવને હિન્દુ પંચાંગ અનુસાર શ્રાવણ વદ ચોથના દિવસે ઉજવવાની પરંપરા છે. જેના કારણે તિથિ મુજબ મંદિરમાં આ પર્વ 10 દિવસ પહેલા જ ઉજવવામાં આવ્યું હતું.
આ અંગે પશુપતિનાથ મંદિરના પુજારી ઉમેશ જોશીએ જણાવ્યું કે "15 ઓગસ્ટ, 1947માં દેશ જ્યારે આઝાદ થયો હતો ત્યારે હિન્દુ પંચાગ અનુસાર શ્રાવણ વદ ચોથ હતી. આથી અમે છેલ્લા બે દાયકાથી મંદિરમાં આઝાદીના આ પર્વની ઉજવણી હિન્દુ પંચાગ અનુસાર તિથિ જોઇને પૂજા પાઠ કરીને ઉજવીએ છીએ."
ઇન્દોરથી અંદાજે 225 કિલોમીટર દૂર શિવના નદીના કિનારે આવેલા પશુપતિનાથ મંદિરમાં અષ્ટમુખી શિવલિંગની પરંપરાગત રીતે અભિશેક કરીને પૂજા કરવામાં આવી હતી. આ ઉપરાંત દૂર્વા પણ ચઢાવવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
