ફરી બદલાયા સમીકરણ: કોંગ્રેસ સાથે આવ્યા બે નિર્દલીય વિધાયક, વિરોધમાં જોડાયા

યેદુરપ્પા કર્ણાટકના નવા સીએમ બનવાની સાથે જ્યાં એક તરફ બીજેપી જશ્ન માનવી રહ્યી છે, ત્યાં બીજી બાજુ કોંગ્રેસ અને જેડીએસ ભડકી ઉઠ્યા છે.

કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ બાદ 104 બેઠક સાથે સૌથી મોટા પક્ષ બનેલા ભાજપે યેદુરપ્પાને શપથ પણ લેવડાવી દીધા છે. તેઓ ત્રીજી વખત પ્રદેશના મુખ્યમંત્રી બન્યા છે. આપણે જણાવી દઈએ કે કર્ણાટક ના રાજ્યપાલ વજુભાઇ વાળા ઘ્વારા બુધવારે સાંજે બીએસ યેદુરપ્પાને નવી સરકાર બનાવવા માટે અને ગુરુવારે મુખ્યમંત્રી પદ માટે શપથ લેવા આમંત્રિત કરવામાં આવ્યા હતા. યેદુરપ્પાએ 15 દિવસમાં બહુમત સાબિત કરવો પડશે.

karnataka election

યેદુરપ્પા કર્ણાટકના નવા સીએમ બનવાની સાથે જ્યાં એક તરફ બીજેપી જશ્ન માનવી રહ્યી છે, ત્યાં બીજી બાજુ કોંગ્રેસ અને જેડીએસ ભડકી ઉઠ્યા છે. રાજ્યપાલ વજુભાઇ વાળા ઘ્વારા કરવામાં આવેલા આ નિર્ણયનો કોંગ્રેસ અને જેડીએસ પુરજોશ વિરોધ કરી રહી છે. આ વિરોધ પ્રદર્શન જોતા શહેરમાં સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા માટે 16000 પોલીસકર્મીઓ ગોઠવી દેવામાં આવ્યા છે.

આ વિરોધમાં કોંગ્રેસ અને જેડીએસ વિધાયકો શામિલ છે. પરંતુ સૌથી ખાસ બાબત છે કે તેમાં હવે બે નિર્દલીય વિધાયકો પણ બીજેપીનો વિરોધ કરવા માટે જોડાઈ ચુક્યા છે, જે કાલ સુધી બીજેપી સાથે જવા માટે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન ખબર આવી છે કે કોંગ્રેસના બે વિધાયકો ગાયબ થઇ ગયા છે. માનવામાં આવી રહ્યું છે કે તેઓ બીજેપી સાથે ચાલ્યા ગયા છે.

આ દરમિયાન કુમારસ્વામી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ભાજપા લોકતંત્ર ને બરબાદ કરી રહી છે, આપણે બધાએ દેશ હિતમાં સાથે આવવું પડશે. એટલું જ નહીં પરંતુ તેમને કહ્યું કે રાજ્યપાલે પોતાના પદનો દુરુપયોગ કર્યો છે, ભાજપા પાસે સરકાર બનાવવા માટે જરૂરી બહુમત નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X