કેન્દ્રીય કેબિનેટે વસ્તી ગણતરી 2027 માટે 11,718 કરોડના બજેટને મંજૂરી આપી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ભારતની વસ્તી ગણતરી 2027 (Census 2027) હાથ ધરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે આ માટે 11,718.24 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ કવાયત વિશ્વની સૌથી મોટી વહીવટી અને આંકડાકીય પ્રક્રિયા છે, જે દેશની નીતિઓ અને વિકાસ માટે મહત્વપૂર્ણ ડેટા પ્રદાન કરશે.

વસ્તી ગણતરીની આ વિશાળ પ્રક્રિયા બે મુખ્ય તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. પ્રથમ તબક્કો હાઉસલિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ છે, જે એપ્રિલથી સપ્ટેમ્બર 2026 દરમિયાન થશે.
બીજો તબક્કો વસ્તી ગણતરી (Population Enumeration - PE) છે, જે ફેબ્રુઆરી 2027માં હાથ ધરવામાં આવશે. જો કે, લદ્દાખ, જમ્મુ અને કાશ્મીર (બર્ફીલા વિસ્તારો), હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા વિસ્તારોમાં PE સપ્ટેમ્બર 2026માં કરવામાં આવશે. આ રાષ્ટ્રીય મહત્ત્વના કાર્ય માટે લગભગ 30 લાખ ફીલ્ડ ફંક્શનરીઝ તૈનાત કરવામાં આવશે.
વસ્તી ગણતરી 2027માં ડેટાની ગુણવત્તા સુધારવા માટે ઘણી નવીનતાઓ રજૂ કરવામાં આવી છે. આ દેશની પ્રથમ સંપૂર્ણપણે ડિજિટલ વસ્તી ગણતરી હશે, જ્યાં ડેટા કલેક્શન માટે Android અને iOS બંને માટે મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવશે.
સમગ્ર પ્રક્રિયાનું રિયલ-ટાઇમ મોનિટરિંગ કરવા માટે CMMS (સેન્સસ મેનેજમેન્ટ & મોનિટરિંગ સિસ્ટમ) પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, ચાર્જ ઓફિસર્સ માટે HLB Creator વેબ મેપ એપ્લિકેશનનો પણ ઉપયોગ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
