For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે ચુશુલમાં 7માં તબક્કાની કોર કમાંડર વાતચીત, ચીન સામે રાખવામાં આવશે આ શરત

ભારત અને ચીન વચ્ચે આજે સાતમાં તબક્કાની કોર કમાંડર વાતચીત શરૂ થશે. સવારે 9.30 વાગે બંને દેશોના મિલિટ્રી કમાંડર લદ્દાખના ચુશુલમાં મીટિંગ કરશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારત અને ચીન વચ્ચે આજે સાતમાં તબક્કાની કોર કમાંડર વાતચીત શરૂ થશે. સવારે 9.30 વાગે બંને દેશોના મિલિટ્રી કમાંડર લદ્દાખના ચુશુલમાં મીટિંગ કરશે. અધિકારીઓની માનીએ તો ભારત તરફથી ચીનને લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ(એલએસી) પર એપ્રિલ 2020વાળી યથાસ્થિતિને ચાલુ રાખવાની માંગ કરવામાં આવશે. ભારત અને ચીનની સેનાઓ પૂર્વ લદ્દાખમાં મે મહિનાથી સામ સામે છે. બંને દેશો વચ્ચે 21 સપ્ટેમ્બરે છઠ્ઠા તબક્કાની કોર કમાંડર વાતચીત થઈ હતી.

india-china

ચીને કહ્યુ - 1959વાળી સ્થિતિ પર યથાવત

સાતમાં તબક્કાની વાતચીત એવા સમયમાં થઈ રહી છે જ્યારે થોડા દિવસો અગાઉ ચીન તરફથી કહેવામાં આવ્યુ છે કે તે એલએસી પર સન 1959વાળી સ્થિતિને માન્યતા આપે છે. જ્યારે ભારત તરફથી તેને સ્પષ્ટ કરવામાં આવી ચૂક્યુ છે કે એક તરફી નિર્ણય ના તો ક્યારેય માનવામાં આવ્યો છે અને ના માનવામાં આવશે. આજની વાતચીતની આગેવાની લેહ સ્થિત 14 કોર કમાંડર લેફ્ટનન્ટ જનરલ હરિંદર સિંહ કરવાના છે. ત્યારબાદ 14 ઓક્ટોબરે તે પોતાના એક વર્ષનો કાર્યકાળ પૂરો કર્યા બાદ 15 ઓક્ટોબરે દહેરાદૂન સ્થિત ઈન્ડિયન મિલિટ્રી કમાંડર(આઈએમએ)ની જવાબદારી સંભાળશે. લે. જનરલ સિંહ સાથે લે. જનરલ પીજીકે મેનન પણ વાતચીતમાં હાજર રહેશે કે જે જનરલ સિંહ બાદ 14 કોર કમાંડર બનવાના છે.

ચીની વિદેશ મંત્રાલયના અધિકારી પણ!

સૂત્રોના હવાલાથી અંગ્રેજી વર્તમાનપત્ર ટાઈમ્સ ઑફ ઈન્ડિયાએ લખ્યુ છે કે આ વખતની મીટિંગમાં ચીનના વિદેશ મંત્રાલયના અધિકારી અને કમ્યુનિસ્ટ પાર્ટીના એક પૉલિટિકલ કમિશ્નર પણ શામેલ થવાની આશા છે. છઠ્ઠા તબક્કાની વાતચીત દરમિયાન વિદેશ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી(પૂર્વ એશિયા) નવીન શ્રીવાસ્તવે પણ ભાગ લીધો હતો. જણાવવામાં આવી રહ્યુ છે કે આ વખતે પણ તે મીટિંગમાં શામેલ થશે. ચીન તરફથી પીપલ્સ લિબ્રેશન આર્મી(પીએલએ)ના મેજર જનરલ લ્યુ લિન જો સાઉથ મિલિટ્રી રીજનના કમાંડર છે, તે વાતચીતમાં શામેલ થઈ રહ્યા છે. ગઈ મીટિંગ બાદ બંને દેશો તરફથી એક સંયુક્ત નિવેદન જારી થયુ હતુ. આ નિવેદનમાં કહેવામાં આવ્યુ હતુ કે ટૂંક સમયમાં એ મહત્વના નિષ્કર્ષ લાગુ કરવામાં આવશે જેના પર બંને દેશોના નેતા ગઈ અમુક મીટિંગ્સમાં પહોંચ્યા હતા.

લીબિયામાં અપહરણ કરાયેલ 7 ભારતીયોને મુક્ત કરવામાં આવ્યાલીબિયામાં અપહરણ કરાયેલ 7 ભારતીયોને મુક્ત કરવામાં આવ્યા

English summary
India and China 7th Round corps commander talks in Chushul, Ladakh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X