For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત અને ચીન સીમા વિવાદ પર આજે દિવસભર શું બન્યુ?

એક નજર નાખીએ આજે સવારે ભારત અને ચીન વચ્ચે એલએસી પર શું-શું બન્યુ.

|
Google Oneindia Gujarati News

ભારત અને ચીનના કોર કમાંડર્સ વચ્ચે મોલ્ડોમાં થઈ રહેલી વાતચીત ખતમ થઈ ગઈ છે. શનિવારે સવારે 11 વાગે શરૂ થયેલી વાતચીત લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ(એલએસી)ની બીજી તરફ મોલ્ડોમાં થઈ રહી હતી. ભારતીય દળનુ નેતૃત્વ 14 કૉર્પ્સના કમાંડર લેફ્ટનન્ટ જનરલ હરિંદર સિંહ કરી રહ્યા હતા. વળી, ચીન તરફથી મેજર જનરલ લિયુ લિન શામેલ થયા હતા. એક નજર નાખીએ આજે સવારે ભારત અને ચીન વચ્ચે એલએસી પર શું-શું બન્યુ.

india-china

મોડી શરૂ થઈ જનરલની મીટિંગ

  • સવારે લગભગ 11 વાગે લે. જનરલ હરિંદર સિંહ પોતાના ચીન સમકક્ષ સાથે વાતચીત માટે રવાના થયા.
  • લે. જનરલ સિંહ અને મેજર જનરલ લિયુ વચ્ચે મીટિંગ પહેલા સવારે નવ વાગે શરૂ થવાની હતી કોઈ કોઈ કારણોસર આમાં વિલંબ થઈ ગયો. સવારે 11 વાગીને 10 મિનિટ આસપાસ વાતચીત શરૂ થઈ.
  • લદ્દાખના ચુશુલથી વિરુદ્ધ દિશામાં છે ચીનનુ મોલ્ડો જે દક્ષિણી શિનજિયાંગ મિલિટ્રી ડિસ્ટ્રીક્ટમાં આવે છે.
  • મોલ્ડો સ્થિત બૉર્ડર પર્સનલ મીટિંગ પોઈન્ટ એટલે કે બીપીએમ પર મીટિંગની શરૂઆત થઈ.
  • આ મીટિંગમાં ચીન તરફથી એ અધિકારીઓની ટીમ પણ શામેલ હતી જે પહેલા 10 વાતચીતમાં શામેલ હતા.
  • ભારતે આ મીટિંગ પહેલા પણ ચીનને સ્પષ્ટ કરી દીધુ હતુ કે એલએસી પર યથાસ્થિતિ ચાલુ રાખવી જોઈએ.
  • સાથે જ એ પણ સ્પષ્ટ કરવામાં આવી ચૂક્યુ છે કે ભારત તરફથી કોઈ પણ પ્રકારના ટ્રૂપ બિલ્ડિંગની કોઈ કોશિશ પહેલા કરવામાં આવી નહોતી.
  • ચીનને એ સંદેશ પણ આપવામાં આવી ચૂક્યો હતો કે ભારતીય જવાનોએ પહેલા કોઈ પેટ્રોલ પાર્ટીને તેની ગતિવિધિઓથી રોક્યા હતા.
  • પાંચ મેના રોજ લદ્દાખમાં ચીની સેનાના જવાનોની ભારતીય જવાનો સાથે ઝડપ થઈ હતી.

ટકલા પુરુષોને કોરોના વાયરસથી વધુ ખતરોઃ નવા રિસર્ચમાં દાવોટકલા પુરુષોને કોરોના વાયરસથી વધુ ખતરોઃ નવા રિસર્ચમાં દાવો

English summary
India and China talks between military commanders in Moldo are over here is what happened all day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X