For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આસારામ પહોંચ્યા ભોપાલ; સમર્થકોનો મીડિયાકર્મીઓ પર હુમલો

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 31 ઑગસ્ટ : અપડેટ 11.30 AM

જોધપુર : શારીરિક શોષણ અને બળાત્કાર જેવા કેસોનો સામનો કરી રહેલા આસારામ બાપુ આજે ધરપકડથી બચવા ભોપાલ પહોંચ્યા હતા. બીજી તરફ તેમના સમર્થકોએ આજે મીડિયાકર્મીઓ પર હુમલો કર્યો હતો. આજે આસારામ બાપુનું કવરેજ કરવા માટે જોધપુર આશ્રમ પહોંચેલા મીડિયાકર્મીઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. મીડિયાકર્મીઓ ત્યાં આસારામની ધરપકડ સંબંધિત માહિતી લેવા માટે આવ્યા હતા. ત્યાં ઉપસ્થિત સમર્થકોએ મીડિયાકર્મીઓ સાથે મારપીટ કરી હતી. તેમના માઇક છીનવી લીધા અને કેમેરા તોડી કાઢ્યા હતા.

ધરપકડના ભયે ભાગ્યા આસારામ, પહોંચ્યા ભોપાલ!

રાજસ્થાનમાં જોધપુર નજીક આવેલા આશ્રમમાં ૧૬ વર્ષની કિશોરી સાથે જાતીય સતામણીના આરોપસર ધરપકડના ભયે આસારામ સૂરતથી ઊભી પૂછડીએ ભાગી ભોપાલ પહોંચ્યા છે.

asaram

જોધપુર પોલીસ આસારામને પકડવા માટે ઇન્દોર જઇને આસારામની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ આસારામ ત્યાંથી ગુમ થયાના સમાચાર છે. ધરપકડની બીકથી આસારામ સૂરતથી સીધા જ સડક માર્ગે ભોપાલ પહોંચ્યા છે. ઈન્દોરમાં આસારામ આશ્રમમાં સમર્થકોની ભારે ભીડ પણ જામી છે.આસારામ ઇન્દોર આસારામ આશ્રમમાં તેમનો ક્યાંય પત્તો નથી. આસારામની વાત કરતા પીડિતાના પિતા ન્યાય માટે ભુખ હડતાળ પર ઉતર્યા છે.

જાતીય સતામણીના કેસમાં ધરપકડ ટાળવા આસારામ હવાતિયાં મારી રહ્યા છે અને જુદાં જુદાં નાટક કરી રહ્યા છે પણ તેના એક પણ કીમિયા કારગત નીવડયા નથી. જોધપુર પોલીસે તેને શુકવાર સુધીમાં હાજર થવા માટેની સમયમર્યાદા આપી હતી પણ સગાનું મૃત્યુ થયાનું બહાનું બતાવીને તેઓ હાજર નહિ થઈ શકે તેવી અરજ કરી હતી.

દરમિયાન ધરપકડ ટાળવા ભોપાલથી અજાણ્યા સ્થળે જવા એરપોર્ટ પર આવ્યા ત્યારે ટીવી ચેનલની ટીમે તેનું કવરેજ કરવાના પ્રયાસા કરતાં આસારામના સાધકોએ તેમના પર હુમલો કરીને મારપીટ કરી હતી. સાધકોએ મીડિયા કર્મીઓને મારવાનું શરૂ કરતાં તંગદિલી સર્જાઈ હતી. ઇંદોર પોલીસે આ અંગે સાધકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

English summary
Asaram had written a letter to Jodhpur Police but Police denied to give him more time. According to sources he fell ill because of administration's pressure.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X