For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાના સંક્રમણના મામલે ઈરાનને પાછળ છોડી ભારત ચોથા નંબરે

કોરોનાના સંક્રમણના મામલે ઈરાનને પાછળ છોડી ભારત ચોથા નંબરે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશમાં 4-4 લૉકડાઉન પૂરાં થયા બાદ પણ કોરોના વાયરસનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો, દરરોજ કૂદકેને ભૂસકે કોરોના વાયરસ સંક્રમણના કેસ આગળ વધી રહ્યા છે. ગુરુવારે ભારતમાં 9996 નવા કેસ સામે આવ્યા. આ મામલે ભારત વિશ્વમાં ચૌથા નંબરનો સૌથી અસરગ્રસ્ત દેશ બની ગયો છે. ભારતમાં અત્યાર સુધીમાં 2, 86, 579 કન્ફર્મ કેસ સામે આવી ચૂક્યા છે. જેમાંથી 8102 સંક્રમિતો મૃત્યુ પામી ચૂક્યા છે અને 1,41,029 લોકો રિકવર થઈ ગયા છે જ્યારે 1,37,448 સક્રિય કેસ છે.

મહારાષ્ટ્રની હાલત સૌથી ખરાબ

મહારાષ્ટ્રની હાલત સૌથી ખરાબ

ભારતમાં મહારાષ્ટ્ર સૌથી અસરગ્રસ્ત રાજ્ય બન્યું છે જ્યાં બુધવારની રાત અને ગુરુવારની સવાર વચ્ચે જ 3607 નવા સંક્રમિતો સામે આવ્યા હતા. આ નવા કેસ નોંધાયા બાદ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 97648 થઈ ગઈ છે. કોરોના વાયરસના સંક્રમણને છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 150 સંક્રમિતોના મોત થયાં છે, અત્યાર સુધીમાં કોવિડ-19ના કારણે કુલ 3590 લોકોના મોત થયાં છે.

મહારાષ્ટ્ર બાદ તમિલનાડુ બીજા નંબરે

મહારાષ્ટ્ર બાદ તમિલનાડુ બીજા નંબરે

મહારાષ્ટ્ર બાદ તમિલનાડુ બીજા નંબરે છે જ્યાં અત્યાર સુધીમાં કુલ 38,716 સંક્રમિતો સામે આવી ચૂક્યા છે, જે બાદ દિલ્હીમાં 34687 કેસ સામે આવ્યા છે અને ગુજરાતમાં 22067 સંક્રમિતો સામે આવી ચૂક્યા છે. ભારતમાં લૉકડાઉન 5માં સરકારે મહદઅંશે રાહત આપવાની શરૂઆત કરી દીધી હતી. જો કે આ અનલૉક ભારત પર ભારે પડી રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે ત્યારે સરકાર બંને તરફ પિસાઈ રહી છે. એક તરફ દેશનું અર્થતંત્ર નબળું પડી રહ્યું છે ત્યારે જો લૉકડાઉનમાં છૂટ આપવામા આવે તો સંક્રમિતોનો આંકડો અટકવાનું નામ નથી લઈ રહ્યો.

ભારતે યુકેને પાછળ છોડ્યું

ભારતે યુકેને પાછળ છોડ્યું

ગુરુવારે ભારતે સૌથી વધુ કોરોના સંક્રમિતોના મામલે યૂકેને પણ પાછળ છોડી દીધું છે. અગાઉ આ અઠવાડિયે ભારતે સ્પેનને પાછળ છોડી સંક્રમિતોના મામલે પાંચમા સ્થાને પહોંચી ગયું હતું. હવે ભારત અમેરિકા, બ્રાઝીલ અને રશિયાની પાછળ છે. ત્યારે દિલ્હી હાઈકોર્ટમાં રાજધાનીને 30 જૂન સુધી લૉકડાઉન કરવાની માંગણી કરતી PIL કરવામાં આવી છે. અરજદારે દાવો કર્યો કે લૉકડાઉન ઉંચકાવી લેવાથી રાજધાનીમાં સંક્રમણનું અનિયંત્રિત ટ્રાન્સમિશ શરૂ થઈ જશે. હાઈકોર્ટ આગામી દિવસોમાં આ અરજી પર સુનાવણી કરી શકે છે.

ભારતમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન નથી

ભારતમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન નથી

ભારતમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનની શક્યતાઓ અંગે સવાલ પૂછવામાં આવતાં ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે આવા દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા. વધુમાં તેમણે કહ્યું કે ભારતમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન નથી પણ હું એટલું જરૂર કહેવા માંગીશ કે આપણે ટેસ્ટિંગ ટ્રેકિંગ, ટ્રેસિંગ અને ક્વોરેન્ટાઈન ચાલુ રાખવું જોઈએ કેમ કે અત્યાર સુધી આ બદામા આપણને સફળતા મળી છે.

સાઉથ આફ્રિકામાં લૂંટારાઓએ ગોળી મારી છતાં ભાગતો રહ્યો આ ગુજરાતી, જીવ બચી ગયોસાઉથ આફ્રિકામાં લૂંટારાઓએ ગોળી મારી છતાં ભાગતો રહ્યો આ ગુજરાતી, જીવ બચી ગયો

English summary
india became fourth-worst covid 19 infected country
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X