For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુલવામા હુમલોઃ પાકિસ્તાનને અલગ પાડવા માટે ભારતે કરી P-5 દેશો સાથે વાત

સરકારે શુક્રવારે કહ્યુ કે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તર પર સંપૂર્ણપણે અળગુ કરવા માટે બધા સંભવ રાજકીય પગલા ઉઠાવશે.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરના પુલવામામાં એક કાર બોમ્બ હુમલામાં 40થી વધુ સીઆરપીએફ જવાનોના માર્યા ગયા બાદ સરકારે શુક્રવારે કહ્યુ કે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તર પર સંપૂર્ણપણે અળગુ કરવા માટે બધા સંભવ રાજકીય પગલા ઉઠાવશે. રિપોર્ટ્સ મુજબ ભારતે સંયુક્ત રાષ્ટ્રના P-5 દેશો (ચીન, અમેરિકા, રશિયા, ફ્રાંસ અને યુકે)ના રાજદૂતો સાથે મળવાનું શરૂ કરી દીધુ છે. આ ઉપરાંત ખાડીના દેશો, જાપાન અને યુરોપીય રાષ્ટ્રને ભારત શામેલ કરી રહ્યુ છે જેથી તેમને આતંકનાન પ્રાયોજનમાં પાકિસ્તાનની ભૂમિકા વિશે જણાવી શકે.

pm modi

પુલવામા હુમલા બાદ શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઘરે સીસીએસ (કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી)ની બેઠકમાં સરકારે પાકિસ્તાન માટે 'મોસ્ટ ફેવર્ડ નેશન'નો દરજ્જો પણ પાછો લઈ લીધો. શુક્રવારે દિવસભર સરકારે ઘણી અલગ અલગ મીટિંગ કરીને પાકિસ્તાન સામે કૂટનીતિક પગલા લેવા પર ચર્ચા કરી. વળી, કાલે સાંજે સરકારે સંયુક્ત રાષ્ટ્ર પરિષદની 1267 પ્રતિબંધ સમિતિ હેઠળ નામિત આતંકવાદી રૂપે અને આતંકવાદી ક્ષેત્રોમાં સક્રિય આતંકવાદી સંગઠનો પર પ્રતિબંધ લગાવવા માટે આંતરરાષ્ટ્રીય સમાજના બધા સભ્યોને અપીલ કરી હતી. ભારતે બધા દેશોના પ્રતિનિધિઓને બોલાવીને જૈશ પ્રમુખ મસૂદ અઝહર સહિત આતંકવાદીઓને યાદીબદ્ધ કરવાનો પ્રસ્તાવનું સમર્થન કરવા માટે આગ્રહ કર્યો.

પુલવામા હુમલા બાદ અમેરિકા, રશિયા, બ્રિટન સહિત ઘણા મોટા રાષ્ટ્રોએ ભારત સાથે ઉભા રહીને આતંકવાદ સામે કાર્યવાહી કરવામાં સાથ આપવા માટે કહ્યુ છે. વળી, એક દિવસ બાદ ચીને પણ પુલવામા હુમલા પર પોતાનું મૌન તોડ્યુ પરંતુ મસૂદ અઝહર પર પોતાનું સ્ટેન્ડ નહિ બદલીને તેને ગ્લોબલ ટેરર લિસ્ટમાં શામેલ કરવા માટે કોઈ રસ દાખવ્યો નહિ. શુક્રવારની હલચલ દરમિયાન સરકારે પાકિસ્તાનના હાઈ કમિશનને બોલાવીને તેમની ક્લાસ લીધી અને ઈસ્લામાબાદમાં ભારતીય રાજદૂત અજય બિસારિયાને નવી દિલ્લી બોલાવી લીધા.

જમ્મુ કાશ્મીરમાં ગુરુવારે પુલવામા જિલ્લાના અવંતિપોરોથી થઈને સેનાનો કાફલો નીકળી રહ્યો હતો જેની સાથે એક કાર આવીને ટકરાઈ ગઈ અને ત્યારબાદ બ્લાસ્ટ થઈ ગયો. આ હુમલામાં દેશના 40થી વધુ જવાનોના મોત થયા. હુમલાની તરત બાદ પાકિસ્તાન સંચાલિત જૈશ એ મોહમ્મદે આની જવાબદારી લીધી અને આદિલ અહેમદ ડારને આમાં ફિદાયીન હુમલાખોર ગણાવ્યો.

English summary
India Briefs P5, Including China, In Move To Isolate Pakistan: Sources
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X