For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bakra Eid 2021 : આજે સમગ્ર દેશમાં ઉજવાશે ઇદ ઉલ ઝુહા, રાષ્ટ્રપતિ અને PM મોદી એ કહ્યું - ઇદ મુબારક

ઇસ્લામ ધર્મમાં બકરી ઇદના પર્વનું ખાસ મહત્વ છે. આ તહેવાર લોકોને એક વિશેષ સંદેશ આપે છે. બકરી ઇદને અરબીમાં 'ઈદ ઉલ ઝુહા' કહેવામાં આવે છે. અરબીમાં 'બકર' એટલે મોટા પ્રાણીનો કતલ થાય છે, ઇદ એ કુર્બાનનો અર્થ છે 'બલિદાનની ભાવના' અ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 21 જુલાઈ - કુરબાનીનો પર્વ 'બકરી ઇદ' સમગ્ર દેશમાં ભારે ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યો છે. સામાન્ય સંજોગોમાં આ દિવસે લોકો એકબીજાને ગળે લગાવીને અભિનંદન પાઠવતા હોય છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતવાસીઓને બકરા ઇદની શુભેચ્છા પાઠવી હતી.

Bakra Eid 2021

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કર્યું કે, તમામ દેશવાસીઓને ઈદ મુબારક ! ઇદ ઉલ ઝુહા પ્રેમ, ત્યાગ અને બલિદાનની ભાવનાને માન આપવા અને સમાજમાં એકતા અને ભાઈચારો માટે સાથે મળીને કામ કરવાનો પર્વ છે. ચાલો આપણે કોરોના ગાઇડલાઇનના પાલન સાથે સમાજના દરેક વર્ગના કલ્યાણ માટે કામ કરવાનો સંકલ્પ કરીએ.

રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું - 'ઇદ મુબારક'

રાષ્ટ્રપતિએ હિન્દી, અંગ્રેજી અને ઉર્દૂ એમ ત્રણ ભાષામાં લોકોને શુભેચ્છા પાઠવી છે. 20 જૂલાઇની સાંજે રાષ્ટ્રપતિ ભવન દ્વારા આપેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, તહેવાર ખુશી વહેંચવા અને ગરીબ અને નિરાધાર લોકોને મદદ કરવાનો પ્રસંગ છે. તો આવો આ પ્રસંગે કોરોના સંક્રમણને રોકવા અને તેની સામે લડવા માટેની પ્રતિજ્ઞા લઈએ.

Bakra Eid 2021

આવો સેવાની સદ્દભાવનાને આગળ વધારીએ - વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને ઇદ ઉલ ઝુહાની શુભકામનાઓ પાઠવી છે. PM મોદીએ ટ્વીટ કર્યું હતું જેમાં તેમણે લખ્યું કે, આપ સૌને ઈદ મુબારક, આ દિવસે સામૂહિક સહાનુભૂતિ, સદ્દભાવ અને વધુ સારી સેવા કરવાની ભાવનાને આગળ વધારીએ.

Bakra Eid 2021

કોરોના ગાઇડલાઇનનું પાલન કરો

દિલ્હીની ફતેપુરી મસ્જિદના શાહી ઇમામ મુફ્તી મુકર્રમ અને જામા મસ્જિદના શાહી ઇમામ શાહ બુખારીએ પણ દેશવાસીઓને ઇદ ઉલ ઝુહાની શુભેચ્છા પાઠવતા સમયે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની અપીલ કરી છે. મુફ્તિ મુકર્રમે જણાવ્યું છે કે, કોરોના ગાઇડલાઇન મુજબ, આજે ફક્ત મસ્જિદના સ્ટાફના લોકોએ જ નમાઝ અદા કરી હતી. અમે પ્રાર્થના કરીએ છીએ કે, કોરોના સંક્રમણ સમગ્ર દેશમાંથી જલદીથી સમાપ્ત થાય.

બકરી ઇદને અરબીમાં 'ઈદ ઉલ ઝુહા' કહે છે

ઇસ્લામ ધર્મમાં બકરી ઇદના પર્વનું ખાસ મહત્વ છે. આ તહેવાર લોકોને એક વિશેષ સંદેશ આપે છે. બકરી ઇદને અરબીમાં 'ઈદ ઉલ ઝુહા' કહેવામાં આવે છે. અરબીમાં 'બકર' એટલે મોટા પ્રાણીનો કતલ થાય છે, ઇદ એ કુર્બાનનો અર્થ છે 'બલિદાનની ભાવના' અને 'કરબ' એટલે નજીક અથવા ખૂબ નજીક રહેવું, જેનો અર્થ છે કે, આ પ્રસંગે માનવ ભગવાનની ખૂબ નજીક આવે છે.

Bakra Eid 2021

બકરી ઇદનો રિવાજ શું છે?

બકરી ઇદના દિવસે પ્રથમ નમાઝ અદા કરવામાં આવે છે. જે બાદ બકરી અથવા અન્ય પ્રાણીની કુરબાની આપવામાં આવે છે. શરિયતમાં જણાવ્યા અનુસાર કુરબાનીના માંસને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે. માંસનો એક ભાગ ગરીબોમાં વહેંચવામાં આવે છે, બીજો સંબંધી અને મિત્રો માટે અને ત્રીજો ભાગ ઘર માટે વપરાય છે.

Bakra Eid 2021
English summary
India celebrates Bakra Eid 2021 president ramnath kovind and pm modi greet the nation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X