India-China Faceoff: ચુશુલમાં 14 કલાક ચાલ્યો કમાંડર લેવલનો વાર્તાલાપ

India-China Faceoff: ચુશુલમાં 14 કલાક ચાલ્યો કમાંડર લેવલનો વાર્તાલાપ

નવી દિલ્હીઃ લદ્દાખમાં ચાલી રહેલ ટકરાવને ખતમ કરવા ફરી એકવાર કોર કમાંડર વાર્તાલાપ થયો. લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલના હાલાતોને સામાન્ય કરવા માટે મંગળવારે જે વાર્તાલાપ થયો તે 14 કલાકથી વધુ સુધી ચાલ્યો છે. આ વાર્તાલાપમાં ફિંગર એરિયા અને દેપસાંગમાં તણાવ ઘટાડવા પર વાતચીત થઇ. અત્યાર સુધી આ મીટિંગમાં શુ વાત થઇ તે વિશે કંઇ જાણકારી મળી શકી નથી. સેના તરફથી આજે સાંજ સુધીમાં આ મામલે સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી શકે છે.

china

મોડી રાત સુધી મીટિંગ ચાલુ રહી

ચુશુલ સ્થિત બોર્ડર પર્સનલ મીટિંગ પોઇન્ટ પર મંગળવારે સવારે 11.30 વાગ્યેથી મીટિંગ શરૂ થઇ હતી. આ મીટિંગમાં ફરી એકવાર લેહ સ્થિત 14 કોરના કમાંડર લેફ્ટિનેન્ટ જનરલ હરિંદર સિંહ, પિપલ્સ લિબ્રેશન આર્મીના સાઉથ શિનજિયાંગ મિલિટ્રી રીઝનના કમાંડર મેજર જનરલ લ્યૂ લિન સાથે મુલાકાત કરી રહ્યા હતા. સૂત્રો તરફથી જણાવવામાં આવ્યું કે આ મીટિંગ મોડી રાતે બે વાગ્યા સુધી ચાલુ રહી હતી. ભારત અને ચીન વચ્ચે અત્યાર સુધી ચાર વખત કોર કમાંડરનો વાર્તાલાપ થયો છે. પહેલો વાર્તાલાપ છ જૂને થયો હતો. જે બાદ 15 જૂને ગલવાન ઘાટીમાં થયેલ હિંસાના એક અઠવાડિયા બાદ એટલે કે 22 જૂને અને પછી 30 જૂને કોર કમાંડર વાર્તાલાપ થયો હતો.

14 જુલાઇએ થયેલ આ વાર્તાલાપનો ચોથો તબક્કો હતો. પીપલ્સ લિબ્રેશન આર્મીના સૈનિકો ફિંગર વિસ્તાર અને દેપસાંગ સેક્ટરમાં છે. મંગળવારે જે વાર્તાલાપ થયો છે તેને ભારે સંવેદનશીલ માનવામાં આવી રહ્યો છે. ગલવાન ઘાટી, હૉટ સ્પ્રિંગ્સ અને ગોગરા પોસ્ટ પર આ જટિલ ડિસઇંજમેન્ટ પ્લાન પર પણ ચર્ચા થઇ છે જેને 30 જૂનની મીટિંગમાં તૈયાર કરવામાં આવ્યો હતો. જો કે આ વિસ્તારોથી થોડી હદ સુધી ચીની અને ભારતીય જવાનો પાછળ ચાલ્યા ગયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X