લોકસભા ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધનને મળી શકતી વધુ સીટો, વોટ ફોર ડેમોક્રેસી અહેવાલમાં ચૌકાવનારો દાવો

નરેન્દ્ર મોદી સરકાર પર સતત ઈવીએમ સાથે છેડછાડ અને મતોની હેરાફેરીના આરોગ લાગતા રહ્યાં છે. હવે આ આરોપોની પૃષ્ટિ કરતો દાવો વોટ ફોર ડેમોક્રેસીના રિપોર્ટમાં થયો છે.

કોંગ્રેસ નેતા પવન ખેડાએ એક અહેવાલને ટાંકીને લોકસભાની મત ગણતરીમાં મતોના તફાવત અંગે ચિંતા વ્યક્ત કરી છે. પવન ખેડાએ જણાવ્યું કે, પ્રારંભિક અને અંતિમ ગણતરી વચ્ચે લગભગ 5 કરોડ મતનો તફાવત છે, જેના કારણે સંસદમાં બેઠકોની વહેંચણીમાં ફેરફાર થઈ શકે છે.

Pawan Kheda

કોંગ્રેસ નેતા પવન ખેરાનો આ દાવો લોકસભા ચૂંટણી 2024ના વોટ ફોર ડેમોક્રેસીના રિપોર્ટ પર આધારિત છે. પવન ખેડાએ શનિવારે 27મી જુલાઈના રોજ તેમના સત્તાવાર એક્સ હેન્ડલ પર આ મુદ્દો ઉઠાવ્યો. તેમણે લખ્યુ કે, મતોની પ્રારંભિક ગણતરી અને મતોની અંતિમ ગણતરી વચ્ચે લગભગ 5 કરોડ મતનો તફાવત છે.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે NDA/BJP વોટમાં વધારા દ્વારા 15 રાજ્યોમાં ઓછામાં ઓછી 79 સીટો જીતી શકી હોત. જો આ સાચું છે તો તેનો અર્થ એ થશે કે ઈન્ડિયા બ્લોકની સંસદમાં સૌથી વધુ બેઠકો હશે.તેમણે આગળ લખ્યું કે ચૂંટણી પંચે 7 તબક્કામાં મતદાનની અંતિમ ટકાવારી જાહેર કરવામાં વિલંબ કર્યો, જે ફરીથી ગંભીર ચિંતાનો વિષય છે.

જો આ અહેવાલ ખોટો છે તો @ECISVEEP એ આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ અને લોકતાંત્રિક પ્રક્રિયામાં લોકોનો ડગમગતો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવો જોઈએ. પરંતુ જો રિપોર્ટમાં જે કહેવામાં આવ્યું છે તે સાચું છે તો ભારતીય લોકશાહીનો રાજકીય ઇતિહાસ નિર્ણાયક વળાંક પર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X