india corona updates : છેલ્લા 24 કલાકમાં કોરોનાના 28,591 નવા કેસ નોંધાયા, 338 દર્દીઓના મોત

દેશમાં કોરોનાના કેસમાં પહેલા કરતા ઘટાડો થઇ રહ્યો છે, રવિવારના રોજ આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કોરોનાના 28,591 નવા કેસ નોંધાયા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 338 લોકોના મોત થયા છે.

નવી દિલ્હી : દેશમાં કોરોનાના કેસમાં પહેલા કરતા ઘટાડો થઇ રહ્યો છે, રવિવારના રોજ આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કોરોનાના 28,591 નવા કેસ નોંધાયા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 338 લોકોના મોત થયા છે, જ્યારે 34,848 લોકોને સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી છે. હાલમાં દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 3,32,36,921 પર પહોંચી ગઇ છે, જ્યારે ભારતમાં એક્ટિવ કેસ 3,84,921 છે. જ્યારે મૃત્યુની કુલ સંખ્યા 4,42,655 થઈ ગઈ છે, દેશમાં અત્યાર સુધીમાં 73,82,07,378 લોકોને રસી આપવામાં આવી છે.

india corona updates

દેશમાં અત્યાર સુધીમાં કુલ 54,18,05,829 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા

દેશમાં કેરળની સ્થિતિ ચિંતાજનક છે. છેલ્લા 24 કલાકમાં કેરળમાં કોરોના વાયરસના 20,487 કેસ નોંધાયા છે અને 181 લોકોના મોત થયા છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર ભારતમાં કોરોના વાયરસ માટે શનિવારના રોજ 15,30,125 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા છે, ત્યારબાદ દેશમાં અત્યાર સુધીમાં કુલ 54,18,05,829 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા છે.

india corona updates

દેશમાં અત્યાર સુધીમાં કુલ 73,82,07,378 લોકોને રસી આપવામાં આવી

કોરોનાની ત્રીજી લહેરની ચેતવણી હેઠળ ભારત સરકાર કોરોના સંક્રમણ રોકવા માટે સતત પ્રયાસ કરી રહી છે કે, કોરોનાની ત્રીજી લહેર પહેલા વધુને વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવે, જેના કારણે દેશમાં રસીકરણની ગતિ નોંધપાત્ર રીતે વધી છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 73,82,07,378 લોકોને રસી આપવામાં આવી છે. આરોગ્ય મંત્રાલય અનુસાર, 10 સપ્ટેમ્બર સુધીમાં ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 55,58,79,974 લોકોને પ્રથમ ડોઝ મળ્યો છે, જ્યારે 17,38,70,750 લોકોને બીજી રસી આપવામાં આવી છે.

india corona updates

ડો. રણદીપ ગુલેરિયા - નાની બેદરકારીના પણ હાનિકારક પરિણામો આવી શકે છે

આ અગાઉ કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને વહેલી તકે કોરોનાની રસી લેવા માટેનો નિર્દેશ આપ્યો હતો અને કહ્યું હતું કે, 60 કે તેથી વધુ ઉમર ધરાવતા લોકો પર ધ્યાન આપવાની ખૂબ જરૂર છે. નોંધપાત્ર છે કે, ડિઝાસ્ટર મેનેજમેન્ટની રાષ્ટ્રીય સંસ્થાએ કહ્યું છે કે, ઓક્ટોબરમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે, તેથી દરેકને ખૂબ સાવધ રહેવાની જરૂર છે. કારણ કે, થોડી બેદરકારી મોટો ખતરો બની શકે છે. AIIMS ના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાના જણાવ્યા મુજબ, તહેવારોની સિઝનમાં દરેક વ્યક્તિએ ખૂબ સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે, નાની બેદરકારીના પણ હાનિકારક પરિણામો આવી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X