For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓમિક્રૉનઃ કોવિડ સુપર મૉડલનો દાવો - ભારતમાં ફેબ્રુઆરીમાં આવશે આની લહેર

ઓમિક્રૉન વેરિઅંટના જોખમ વચ્ચે નેશનલ કોવિડ-19 સુપર મૉડલ પેનલ તરફથી કહેવામાં આવ્યુ છે કે દેશમાં ફેબ્રુઆરી સુધી આની પીક જોવા મળી શકે છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ઓમિક્રૉન વેરિઅંટના જોખમ વચ્ચે નેશનલ કોવિડ-19 સુપર મૉડલ પેનલ તરફથી કહેવામાં આવ્યુ છે કે દેશમાં ફેબ્રુઆરી સુધી આની પીક જોવા મળી શકે છે. પેનલના હેડ એમ વિદ્યાસાગરે ન્યૂઝ 18 સાથેની એક વાતચીતમાં કહ્યુ કે યુકેમાં અવિશ્વસનીય ઝડપથી ફેલાઈ રહેલો ઓમિક્રૉન વેરિઅંટ ભારતમાં ઓછો ખતરનાક દેખાઈ રહ્યો છે. આઈઆઈટી હૈદરાબાદના પ્રોફેસર વિદ્યાસાગરનુ માનવુ છે કે યુકે મૉડલ ભારત માટે અપ્રાસંગિક છે.

corona

વિદ્યાસાગરે કહ્યુ કે ઓમિક્રૉનને લઈને બે મહત્વની વાતો છે. પહેલી - યુકેમાં ઓછી સીરો-પૉઝિટિવિટી અને ઉચ્ચ વેક્સીન દર છે, જ્યારે ભારતમાં બંને છે. જે ભારતને ઓછુ નબળુ પાડે છે. બીજુ - યુકે મોટાભાગે એમઆરએનએ રસીનો ઉપયોગ કરે છે જે માત્ર થોડા સમય માટે સુરક્ષા આપે છે. ભારતમાં આ રસીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. જે ભારતની સ્થિતિને સારી કરે છે તેમણે કહ્યુ કે ઓછી સીરો-પૉઝિટિવિટીનો અર્થ છે નેચરલ સંક્રમણથી ઓછુ સંક્રમણ.

ભારતમાં ઓમિક્રૉનના આગમનના આધારે તૈયાર કરવામાં આવેલ લેટેસ્ટ અનુમાનો મુજબ દેશમાં જાન્યુઆરીમાં કેસોમાં વૃદ્ધિ અને ફેબ્રુઆરીના અંત સુધી ચરમ પર પહોંચી શકે છે. જો કે આ નિષ્કર્ષોને સરકાર સાથે શેર કરવામાં આવ્યા નથી. આ વ્યક્તિગત સ્તરે બનાવવામાં આવ્યા છે.

ઓમિક્રૉનને લઈને હાલમાં જ આઈઆઈટી કાનપુરના વિશેષજ્ઞોએ પોતાના રિસર્ચમાં કહ્યુ છે કે આ નવા વેરઅંટથી દેશમાં ત્રીજા લહેર આવી શકે છે. જે જાન્યુઆરી, 2022 સુધી આવી શકે છે. વળી, દોઢ લાખ દૈનિક કોવિડ કેસ સાથે ત્રીજી લહેરની પીક ફેબ્રુઆરીમાં આવવાની સંભાવના છે.

દેશમાં 100થી વધુ કેસ

દેશ અને દુનિયામાં કોરોના વાયરસના ઓમિક્રૉન વેરિઅંટના જોખમને જોતા કેન્દ્રએ લોકોને સાવચેત રહેવા માટે કહ્યુ છે. દેશમાં ઓમિક્રૉનના કુલ 101 કેસ મળી ચૂક્યા છે. 11 રાજ્યોમાં આ કેસ આવ્યા છે. દુનિયાના 91 દેશોમાં ઓમિક્રૉન વેરિઅંટના કેસ મળી ચૂક્યા છે. ડબ્લ્યુએચઓએ કહ્યુ છે કે ઓમિક્રૉન દક્ષિણ આફ્રિકામાં ડેલ્ટા સંસ્કરણની તુલનામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે.

English summary
India could be Less Vulnerable to Omicron, Mild Peak Likely in Feb says Coronavirus Supermodel Panel.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X