India covid update : છેલ્લા 24 કલાકમાં 2 લાખ 64 હજાર નવા કેસ નોંધાયા, સક્રિય કેસ 12 લાખને પાર

ભારતમાં કોરોનાની ત્રીજી લહેરમાં સંક્રમણ દર ઝડપથી વધી રહ્યો છે. શુક્રવાર (14 જાન્યુઆરી)ના આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 2 લાખ 64 હજાર 202 નવા કેસ નોંધાયા છે.

India covid update : ભારતમાં કોરોનાની ત્રીજી લહેરમાં સંક્રમણ દર ઝડપથી વધી રહ્યો છે. શુક્રવાર (14 જાન્યુઆરી)ના આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 2 લાખ 64 હજાર 202 નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં છેલ્લા એક દિવસમાં 1 લાખ 09 હજાર 345 લોકો સ્વસ્થ થયા છે. દેશમાં સક્રિય કેસની સંખ્યા 12 લાખ 72 હજાર 073 છે. હાલ દેશમાં દૈનિક હકારાત્મકતા દર 14.78 ટકા છે. આ સાથે ઓમિક્રોન વેરિઅન્ટના કુલ કેસ 5 હજાર 753 છે.

દેશમાં ગુરુવાર (13 જાન્યુઆરી) થી આજ 14 જાન્યુઆરી સુધીમાં 16 હજાર 785 વધુ કેસ નોંધાયા છે. ગુરુવારના રોજ કોરોના વાયરસના 2 લાખ 47 હજાર 417 કેસ હતા. મંત્રાલયના જણાવ્યા અનુસાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહીવટ માટે 15.17 કરોડથી વધુ કોરોના વાયરસ રસીના ડોઝ ઉપલબ્ધ છે.

ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ

ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ

રાજ્યમાં કોરોના હવે ટોપ ગીયરમાં હોય તેમ લાગી રહ્યું છે. જાન્યુઆરીની શરૂઆતથી રફ્તાર પકડ્યા બાદ હવે ફુલ સ્પીડમાં આગળ વધી રહ્યો છે. જે રીતે રાજ્યમાંકોરોના વાયરસથી સંક્રમિત લોકોનાના આંકડા આવી રહ્યા છે તેને જોતા આગામી દિવસોમાં પરિસ્થિતી બેકાબૂ બનવાની પુરી સંભાવના છે. રાજ્યમાં 8 મહિના બાદકોરોના વાયરસે 11 હજારનો આંકડો પાર કર્યો છે.

8 મહિના બાદ 11 હજારથી વધુ કેસ નોંધાયા

8 મહિના બાદ 11 હજારથી વધુ કેસ નોંધાયા

ગુજરાત સહિત ભારતભરમાં કોરોના વાયરસની ત્રીજી લહેરની અધિકારીક ઘોષણા થઈ ગઈ છે ત્યારે હવે ગુજરાતમાં 8 મહિના બાદ 11 હજારથી વધુ કેસ નોંધાયા છેઅને 6 મહિના બાદ 5 લોકોના મોત થયા છે.

રાજ્યના વિગતવાર આંકડા પર નજર કરીએ તો, રાજ્યમાં આજે 11176 નવા કોરોના કેસ નોંધાયા છે અને ગુજરાતના 4જિલ્લા અમદાવાદ, સુરત, વલસાડ, રાજકોટ અને ભાવનગરમાં 1-1 વ્યક્તિએ કોરોનાને કારણે દમ તોડ્યો છે. રાજ્યમાં 6 મહિના બાદ એક સાથે આટલા કેસ નોંધાયા છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 50 હજારને પાર

રાજ્યમાં એક્ટિવ કેસ 50 હજારને પાર

એક્ટિવ કેસની વાત કરીએ તો, હાલ રાજ્યમાં 50 612 એક્ટિવ કેસ છે, જેમાંના 64 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જ્યારે 50 હજાર 548 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યનાકુલ કેસની વાત કરીએ તો અત્યારસુધીમાં 896894 લોકોને કોરોના થયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X