India Covid Update : કોરોનાના કેસમાં ઘટાડો પણ મોતમાં વધારો, 24 કલાકમાં નોંધાયા 959 મોત

ભારતમાં કોરોનાની ત્રીજી લહેર દરમિયાન સતત ઘટાડો થઈ રહ્યો છે. આ સાથે જ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. 31 જાન્યુઆરીના ડેટા અનુસાર ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 2 લાખ 9 હજાર 918 નવા કેસ નોંધાયા છે.

India Covid Update : ભારતમાં કોરોનાની ત્રીજી લહેર દરમિયાન સતત ઘટાડો થઈ રહ્યો છે. આ સાથે જ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. 31 જાન્યુઆરીના ડેટા અનુસાર ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 2 લાખ 9 હજાર 918 નવા કેસ નોંધાયા છે. કોવિડ 19થી કુલ 959 લોકોના મોત થયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2 લાખ 62 હજાર 628 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં કોવિડ 19ના એક્ટિવ કેસની સંખ્યા 18 લાખ 31 હજાર 268 છે.

દેશમાં કોરોનાને કારણે 4 લાખ 95 હજારથી વધુ લોકોના મોત

દેશમાં કોરોનાને કારણે 4 લાખ 95 હજારથી વધુ લોકોના મોત

દેશમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 4 લાખ 95 હજાર 050 છે. દેશમાં કોરોનાના કુલ કેસ 4 કરોડ 13 લાખ 02 હજાર 440 છે.

આવા સમયેકુલ 3 કરોડ 89 લાખ 76 હજાર 122 લોકો કોરોના મુક્ત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં સક્રિય કેસ કુલ કોરોના કેસના 4.43 ટકા છે.

આ સાથે ડેઇલી પોઝિટિવિટી રેટ 17 ટકાથી ઘટીને 15.77 ટકા પર આવી ગયો છે. જ્યારે સાપ્તાહિક હકારાત્મકતા દર 16.40 ટકા નોંધવામાં આવ્યો છે.

દેશમાં રસીકરણનો આંકડો 166 કરોડને પાર

દેશમાં રસીકરણનો આંકડો 166 કરોડને પાર

દેશભરમાં ચાલી રહેલા કોવિડ રસીકરણ અભિયાનમાં અત્યાર સુધીમાં રસીના 1,66,03,96,227 ડોઝ આપવામાં આવ્યા છે.

દેશની 75 ટકાથી વધુ પુખ્ત વસ્તીને હવેકોરોના સામે સંપૂર્ણ રસી આપવામાં આવી છે.જેના પર વડાપ્રધાને રવિવારના રોજ ટ્વિટ કરીને દેશની જનતાને શુભેચ્છા પાઠવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએરવિવારના રોજ જણાવ્યું હતું કે, ભારત "મહાન સફળતા" સાથે COVID 19 ના નવી લહેર સામે લડી રહ્યું છે. સ્વદેશી રસીઓમાં લોકોનો વિશ્વાસ "આપણી શક્તિ"છે.

સાડા​ચાર કરોડ બાળકોને પણ કોરોનાની રસી લાગી

સાડા​ચાર કરોડ બાળકોને પણ કોરોનાની રસી લાગી

વડાપ્રધાન મોદીએ તેમના માસિક કાર્યક્રમ 'મન કી બાત' રેડિયો પ્રસારણમાં જણાવ્યું હતું કે, દેશમાં 4.5 કરોડ બાળકોને પણ કોરોનાની રસી મળી છે.

'મન કી બાત'રેડિયો પ્રસારણમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, 'હવે કોરોના સંક્રમણના કેસ પણ ઓછા થવા લાગ્યા છે, આ ખૂબ જ સકારાત્મક સંકેત છે.

ગર્વની વાત છે કે, અત્યાર સુધીમાં લગભગ 4.5 કરોડ બાળકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X