ખાદ્ય સંકટ સામે લડી રહેલા દેશોને ભારતે કરી મદદ, 1.8 મિલિયન ટન ઘઉં કર્યા નિકાસ
વિશ્વના ઘણા દેશો હાલમાં આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. આ દરમિયાન ભારતે આ દેશોને મદદ કરી છે.
નવી દિલ્લીઃ વિશ્વના ઘણા દેશો હાલમાં આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. આ દરમિયાન ભારતે આ દેશોને મદદ કરી છે. વાસ્તવમાં ભારતે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે પરંતુ કેટલાક દેશોએ ભારતને અપીલ કરી હતી. ત્યારબાદ ભારતમાંથી 1.8 મિલિયન ટન ઘઉંની નિકાસ કરવામાં આવી છે. એક ડઝનથી વધુ દેશોને મદદ કરીને ભારતે તેમને ઘઉંની નિકાસ કરી છે. રશિયા અને યુક્રેન વચ્ચે જે રીતે યુદ્ધ ચાલી રહ્યુ છે તેના કારણે ઘણા દેશોમાં વૈશ્વિક ખાદ્ય સંકટનો ખતરો છે. જેના કારણે ઉત્પાદનોની કિંમતોમાં નોંધપાત્ર વધારો થયો છે.

કેન્દ્રીય ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ કહ્યુ કે ઘઉંની ખેપ બાંગ્લાદેશ, ઓમાન, યુએઈ, અફઘાનિસ્તાન સહિતના ઘણા દેશોમાં મોકલવામાં આવી છે. આ દેશો સાથે એક કરાર પણ કરવામાં આવ્યો છે કે તેઓ આ ઘઉંનો ઉપયોગ પોતાના દેશ માટે કરશે અને તેની નિકાસ નહિ કરે. ગયા મહિને ખાદ્ય મંત્રી પિયુષ ગોયલે કહ્યુ હતું કે ભારત ઘઉંનો મોટો નિકાસકાર ન હોવા છતાં તે તેના મિત્ર દેશોમાં નિકાસ કરશે જેઓ ખાદ્ય સંકટમાંથી પસાર થઈ રહ્યા છે.
તમને જણાવી દઈએ કે 13 મેના રોજ ભારતે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ વખતે ઘઉંના પાકને ઘણી અસર થઈ છે. જેના કારણે ઉત્પાદન પર લગભગ 5 ટકા અસર થઈ છે. જેના કારણે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કે, આ પ્રતિબંધ એવા દેશો માટે નથી કે જેઓ ખાદ્ય સંકટ વચ્ચે ઘઉંની આયાત માટે સત્તાવાર રીતે અપીલ કરશે. G-7 દેશોએ ભારતના પ્રતિબંધની ટીકા કરતા કહ્યુ હતુ કે તેનાથી સંકટ વધશે પરંતુ ભારત સરકાર તરફથી કહેવામાં આવ્યુ હતુ કે જો તેમ કરવામાં નહિ આવે તો દેશમાં ખાદ્ય સંકટ સર્જાઈ શકે છે. દેશના હિતમાં અમે નિકાસ પર કેટલાક નિયંત્રણો લાદ્યા છે.
કેન્દ્ર સરકાર અને યુએન વર્લ્ડ ફૂડ પ્રોગ્રામે આ અઠવાડિયે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે જેના હેઠળ અફઘાનિસ્તાનમાં 10,000 ટન ઘઉંની નિકાસ કરવામાં આવશે, અફઘાનિસ્તાન પહોંચતા ઘઉંનો કુલ જથ્થો 50 હજાર ટન સુધી પહોંચશે. અફઘાનિસ્તાનની લગભગ અડધી વસ્તી અથવા 19 મિલિયન લોકો ખાદ્ય સંકટનો સામનો કરી રહ્યા છે. નિકાસ પ્રતિબંધની જાહેરાત બાદથી ભારતે બાંગ્લાદેશમાં 0.1 મિલિયન ટન ઘઉંની નિકાસ પણ કરી છે. ઇન્ડોનેશિયામાં પણ ઘઉંની નિકાસ કરવામાં આવી છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ








Click it and Unblock the Notifications
