• search

ખૂની મહિલા સાથે મેડ બનીને રહી ભારતની પ્રથમ મહિલા જાસૂસ, જાણો કેસની કહાની

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    ભારતની પહેલી મહિલા જાસૂસ કહેવાતી રજની પંડિત જણાવે છે કે તે કોલેજમાં જ હતી જ્યારે તેણે પોતાનો પહેલો કેસ ઉકેલ્યો હતો. રજની પહેલા પણ પોતાના કામ માટે ચર્ચામાં રહી છે. આ વખતે તેણે પોતાના જીવનના એક સૌથી મુશ્કેલ કેસ વિશે જણાવ્યુ છે. હ્યુમન ઓફ બોમ્બે નામના ફેસબુક પેજ પર રજનીએ આ કેસ વિશે લખ્યુ છે. રજની એક મુશ્કેલ કેસ વિશે જાણકારી આપતી આ પોસ્ટ 24 કલાકમાં વાયરલ થઈ ગઈ છે.

    આ પણ વાંચોઃ CBI લાંચ કાંડઃ રાકેશ અસ્થાના સામે એ કે બસ્સીએ સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યા પુરાવા

    22 વર્ષની ઉંમરમાં જાસૂસી શરૂ કરી

    22 વર્ષની ઉંમરમાં જાસૂસી શરૂ કરી

    રજની પોતાને દેશી શેરલોક કહેતા જણાવે છે કે 22 વર્ષની ઉંમરમાં તેણે પહેલો કેસ ખોલ્યો જેનાથી તેને ઘણી નામના મળી. તે જણાવે છે કે સૌથી મુશ્કેલ કેસ, તે મહિલા સાથે મેડ બનીને રહેવુ હતુ જે ડબલ મર્ડરમાં શામેલ હતી. છ મહિના સુધી રજની મેડ બનીને આ મહિલા પાસે રહી જે બેવડા હત્યાકાંડમાં શામેલ હતી. તે જણાવે છે કે એક વાર મારા રેકોર્ડરની ક્લિકનો અવાજ તેણે સાંભળી લીધો અને મારા ઉપર શંકા કરવાનું શરૂ કરી દીધુ. ત્યારબાદ તેની સાથે રહેવુ બહુ સરળ નહોતુ.

    ડબલ મર્ડર કરનારી મહિલા સાથે રહેવુ

    ડબલ મર્ડર કરનારી મહિલા સાથે રહેવુ

    ડબલ મર્ડર કરનારી મહિલા સાથે મેડ બનીને રહેવા વિશે લખેલી પોસ્ટમાં રજની કહે છે, ‘હું કોલેજમાં હતી જ્યારે મે પોતાનો પહેલો કેસ ઉકેલ્યો હતો. એક મહિલા જેના ઘરમમાં ચોરી થઈ હતી, તેણે પોતાના ઘરમાં ચોરી વિશે જણાવ્યુ. તેને એની નવી વહુ પર શંકા હતી પરંતુ કોઈ પુરાવા નહોતા. તેણે તપાસ કરાવવાની રજૂઆત કરી. હું હંમેશાથી જ જીજ્ઞાસુ સ્વભાવની હતી અને મારા પિતા સાથે એ શીખી હતી કે કેવી રીતે કેસની તપાસ કરી શકાય. મે તપાસ કરી તો મને માલુમ પડ્યુ કે આ મહિલાનો પુત્ર વાસ્તવમાં ચોર હતો. મારા કેસ ઉકેલવા વિશે જ્યારે મારા પિતાને માલુમ પડ્યુ તો તેમણે કહ્યુ કે આ વ્યવસાય ખતરનાક છે અને કહ્યુ કે હું જો ઈચ્છુ તો આના આગળ વધારી શકુ છુ. મારો સૌથી મુશ્કેલ કેસ એક હત્યાના કેસની તપાસ માટે પુરાવા એકટા કરવાનો હતો. એક મહિલાના પતિ અને પુત્ર બંનેની હત્યા કરી દેવામાં આવી પરંતુ કોઈ પુરાવા નહોતા. મારે છ મહિના સુધી એ મહિલા સાથે નોકરાણી તરીકે રહેવુ પડ્યુ જેના પર ખૂની હોવાની શંકા હતી. જ્યારે તે બિમાર પડી ગઈ તો મે એની સારસંભાળ રાખી અને ધીમે ધીમે તેનો ભરોસો જીત્યો. એકવાર મારા રેકોર્ડરના ક્લિકનો અવાજ સાંભળીને મારા પર શંકા કરવાનું શરૂ કરી દીધુ અને મને બહાર નીકળવાની મનાઈ કરી દીધી.'

    કેવી રીતે ધરપકડ કરાવી મહિલા

    કેવી રીતે ધરપકડ કરાવી મહિલા

    રજની લખે છે, ‘એક દિવસ, એ વ્યક્તિ જે તેની સાથે હત્યામાં શામેલ હતો, તે મળવા આવ્યો. હું જાણતી હતી કે આ મારા માટે મોકો છે પરંતુ બહાર કેવી રીતે જઉ, તો મે મારા પગમાં ચપ્પાથી ઘા કરી દીધો. મે કહ્યુ કે પટ્ટી વગેરે માટે મારે બહાર જવુ પડશે. ઘરેથી નીકળી હું સીધી ફોન બુથ ગઈ અને પોલિસને ફોન કર્યો. એ બંનેની ધરપકડ થઈ ગઈ અને કેસનો ખુલાસો થયો.' રજની જણાવે છે કે મે લગભગ 80,000 કેસ અત્યાર સુધીમાં ઉકેલ્યા છે. બે પુસ્તકો લખ્યા છે અને ગણિત પુરસ્કાર જીત્યા છે. મને ઘણી ધમકીઓ પણ મળી છે. હું એ જાણુ છુ કે મારા કામ યોગ્ય છે, મારુ મન સાફ છે અને સાહસ અટલ છે તો ધમકીઓ ડરાવી નથી શકતી.

    આ પણ વાંચોઃ Statue of Unityના અનાવરણ દરમિયાન પીએમ મોદીએ કહી આ 10 મોટી વાતો

    English summary
    India first woman private investigator Rajani Pandit Talks About Her Toughest Case

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more