For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કરતારપુર સાહિબમાં મૉડલના ફોટોશૂટ પર ભારત થયુ કડક, પાક ડિપ્લોમેટને પાઠવ્યા સમન્સ

પાકિસ્તાન સ્થિત શ્રી કરતારપુર સાહિબ ગુરુદ્વારામાં પાકિસ્તાની મૉડલ સ્વાલા લાલાના ફોટોશૂટ કરવા પર ભારતે વાંધો વ્યક્ત કર્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પાકિસ્તાન સ્થિત શ્રી કરતારપુર સાહિબ ગુરુદ્વારામાં પાકિસ્તાની મૉડલ સ્વાલા લાલાના ફોટોશૂટ કરવા પર ભારતે વાંધો વ્યક્ત કર્યો છે. ભારતે મંગળવારે આ ઘટના પર ઉંડી ચિંતા વ્યક્ત કરવા માટે દેશમાં પાકિસ્તાનના સૌથી વરિષ્ઠ રાજનાયિકને સમન્સ પાઠવ્યા છે. પાકિસ્તાનની ફેશન બ્રાન્ડ મન્નત ક્લોધિંગે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર ગુરુદ્વારા દરબાર સાહિબ કરતારપુરમાં મૉડલ સ્વાલા લાલાના ફોટાને પોસ્ટ કર્યા. આમાં મૉડલ માથા પર કપડુ રાખ્યા વિના જોવા મળી ત્યારબાદ ક્લોધિંગ કંપની અને મૉડલની જોરદાર ટીકા કરવામાં આવી હતી.

 Kartarpur Sahib

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવકતા અરિંદમ બાગચીએ જણાવ્યુ પાકિસ્તાનની એક મૉડલ અને કપડાની એક બ્રાંડ દ્વારા કરતારપુરના ગુરુદ્વારા શ્રી દરબાર સાહિબની પવિત્રતાનુ અપમાન કરવાની ઘટના પર અમારી ગંભીર ચિંતા વ્યક્ત કરવા માટે આજે પાકિસ્તાનના ચાર્જ ડી અફેર્સને સમન્સ મોકલવામાં આવ્યા છે. અરિંદમ બાગચીએ એક નિવેદનમાં કહ્યુ કે ભારતે પાકિસ્તાની અધિકારીને જણાવ્યુ, આ નિંદનીય ઘટનાથી ભારત અને દુનિયાભરમાં સિખ સમાજની ભાવનાઓને ઉંડી ઠેસ પહોંચાડવામાં આવી છે.

વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયોના ધાર્મિક પૂજા સ્થળોના અપમાન અને અનાદરની આ પ્રકારની સતત ઘટનાઓ આ સમુદાયોની આસ્થા પ્રત્યે સમ્માનની કમીને પ્રકાશમાં લાવે છે. ભારતે પાકિસ્તાની ડિપ્લોમેટને જણાવી દીધુ છે કે તે આ બાબતની ઈમાનદારીથી તપાસ અને આમાં શામેલ લોકો સામે કાયદાકીય કાર્યવાહીની અપેક્ષા રાખે છે.

પાકિસ્તાન પોલિસે કરતારપુરમાં ગુરુદ્વારા દરબાર સારહિતમાં પરિધાનની એક બ્રાંડ માટે માથુ ઢાંક્યા વિના ફોટોશૂટ કરાવાયા બાદ પાકિસ્તાની મૉડલ અને પરિધાન બ્રાંડ સામે સિખ સમુદાયની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે તપાસ શરુ કરી છે. પોલિસે આ તપાસ ફોટાને લઈને એક ભારતીય સિખ પત્રકાર દ્વારા ટીકા કરાયા બાદ શરુ કરી. તમને જણાવી દઈએ કે ગુરુદ્વારામાં માથુ ઢાંકીને રાખવુ એક જરુરી નિયમ છે જેનુ પુરુષો તેમજ મહિલાઓ બંને પાલન કરે છે.

English summary
India govt Summons Pak official over model's photoshoot at Kartarpur Sahib
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X