Terrorism Report : આતંકવાદ સામે ભારતે કર્યું શ્રેષ્ઠ કામગીરી, અમેરિકી સરકારે રિપોર્ટમાં કર્યા વખાણ
Terrorism Report : ટેરેરિઝમ અંગે જાણકારી આપતા એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, વર્ષ 2021માં જમ્મુ-કાશ્મીરમાં 153 આતંકી હુમલા થયા હતા, જેમાં 45 સુરક્ષા દળોના જવાનો, 36 નાગરિકો અને 193 આતંકવાદીઓ સહિત કુલ 274 લોકોના મોત થયા છે
Terrorism Report : ભારત સરકારે આતંકવાદ સામે શ્રેષ્ઠ કામ કર્યું છે. અમેરિકી સરકારની એક રિપોર્ટમાં આ અંગે દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ભારત દ્વારા આતંકવાદી સંગઠનોની ઓળખ, તેને ખતમ કરવા તેમજ આંતકવાદના જોખમને ઘટડવા માટે સરાહનીય કામગીરી કરવામાં આવી છે.

અમેરિકાના બ્યુરો ઓફ કાઉન્ટર ટેરરિઝમ દ્વારા 'કંટ્રી રિપોર્ટ્સ ઓન ટેરરિઝમ 2021 : ઈન્ડિયા' રિપોર્ટ અનુસાર, કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર, ઉત્તર પૂર્વી રાજ્યો, મધ્ય ભારતના કેટલાક વિસ્તારો ભારતમાં આતંકવાદથી પ્રભાવિત છે.
સામાન્ય નાગરિકોને નિશાન બનાવીને ડ્રોન અને IED વગેરેથી વિસ્ફોટ કરી રહ્યા છે
રિપોર્ટ અનુસાર, લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, હિઝબુલ મુજાહિદ્દીન, ISIS, અલ કાયદા, જમાત ઉલ મુજાહિદ્દીન, જમાત ઉલ મુજાહિદ્દીન બાંગ્લાદેશ જેવા આતંકવાદી સંગઠનો સક્રિય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2021માં એવું જોવા મળ્યું હતું કે, આતંકવાદી સંગઠનોએ પોતાની રણનીતિમાં થોડો ફેરફાર કર્યો છે અને હવે તેઓ સામાન્ય નાગરિકોને નિશાન બનાવીને ડ્રોન અને IED વગેરેથી વિસ્ફોટ કરી રહ્યા છે.
ભારતે રાજ્ય અને કેન્દ્રીય સ્તરે ગુપ્તચર એજન્સીઓને મજબૂત બનાવી છે
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, વર્ષ 2021માં જમ્મુ-કાશ્મીરમાં 153 આતંકી હુમલા થયા હતા, જેમાં 45 સુરક્ષા દળોના જવાનો, 36 નાગરિકો અને 193 આતંકવાદીઓ સહિત કુલ 274 લોકોના મોત થયા હતા. રિપોર્ટ અનુસાર, 2021માં ભારતમાં આતંકવાદ પ્રભાવિત વિસ્તારમાં બહુ ફેરફાર થયો નથી. ભારતે રાજ્ય અને કેન્દ્રીય સ્તરે ગુપ્તચર એજન્સીઓને મજબૂત બનાવી છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતે બંદરોની સુરક્ષા માટે એન્ટ્રી પર બાયોગ્રાફિક અને બાયોમેટ્રિક સ્ક્રિનિંગની વ્યવસ્થા કરી છે. એરપોર્ટ પર ડબલ ચેકિંગના હેતુથી એક્સ-રે સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે.
ભારતની તપાસ એજન્સી NIAએ લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ હરકત ઉલ જેહાદી ઈસ્લામીને હથિયારોની દાણચોરીના આરોપમાં સજા ફટકારી છે. NIAએ સપ્ટેમ્બર 2021માં ISIS સંબંધિત 37 કેસોની તપાસ કરી છે અને 168 લોકોની ધરપકડ કરી છે.
મેડિકલ કેમ્પની સ્થાપના અને યુવાનોને પ્રશિક્ષણ સહિત રોજગાર આપવાનો સમાવેશ થાય છે
રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ભારતીય સેના કેવી રીતે આતંકવાદ પ્રભાવિત જમ્મુ અને કાશ્મીરમાં લોક કલ્યાણના કાર્યોમાં વ્યસ્ત છે. જેમાં શાળાઓ ચલાવવા, મેડિકલ કેમ્પની સ્થાપના અને યુવાનોને પ્રશિક્ષણ સહિત રોજગાર આપવાનો સમાવેશ થાય છે, જેથી યુવાનોને કટ્ટરપંથી બનતા અટકાવી શકાય છે.












Click it and Unblock the Notifications
