For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Lockdown 2: PM મોદીએ જણાવ્યુ ભારતે કેવી રીતે કરી જરૂરતથી વધુ વ્યવસ્થા

કોરોના સંકટ અને લૉકડાઉન મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશને સંબોધિત કર્યા, તેમણે એલાન કર્યુ કે દેશમાં 3 મે સુધી લૉકડાઉન ચાલુ રહેશે.

|
Google Oneindia Gujarati News

કોરોના સંકટ અને લૉકડાઉન મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશને સંબોધિત કર્યા, તેમણે એલાન કર્યુ કે દેશમાં 3 મે સુધી લૉકડાઉન ચાલુ રહેશે. આગલા એક સપ્તાહમાં કોરોના સામે લડાઈમાં કઠોરતા વધુ કરવામાં આવશે. 20 એપ્રિલ સુધી દરેક કસ્બા, દરેક પોલિસ સ્ટેશન, દરેક જિલ્લા, દરેક રાજ્યને પરખવામાં આવશે, ત્યાં લૉકડાઉનનુ કેટલુ પાલન થઈ રહ્યુ છે, તે ક્ષેત્રએ કોરોનાથી ખુદને કેટલુ બચાવ્યુ છે તે જોવામાં આવશે. જે ક્ષેત્ર આ અગ્નિપરીક્ષામાં સફળ થશે, જે હૉટસ્પૉટમાં નહિ હોય અને જેમના હૉટસ્પૉટમાં બદલવાની આશંકા ઓછી હશે ત્યાં 20 એપ્રિલ સુધી અમુક જરૂરી ગતિવિધિઓની અનુમતિ આપવામાં આવી શકે છે.

pm modi

તો વળી તેમણે એ પણ કહ્યુ કે દેશમાં દવાઓથી લઈને રાશન સુધી દરેક વસ્તુઓનો પૂરતો ભંડાર છે. તેના માટે ચિંતા કરવાની જરૂર નથી. પીએમ મોદીએ પણ કહ્યુ કે ભારતમાં આજે આપણે એક લાખથી વધુ બેડ્ઝની વ્યવસ્થા કરી ચૂક્યા છે. એટલુ જ નહિ, 600થી પણ વધુ એવી હોસ્પિટલો છે જે માત્ર કોવિડના ઈલાજ માટે કામ કરી રહી છે. આ સુવિધાઓ વધુ ઝડપથી વધારવામાં આવી રહી છે. પીએમ મોદીએ એ પણ કહ્યુ કે આજે ભારત પાસે ભલે સીમિત સંશાધનો હોય પરંતુ મારો ભારતના યુવા વૈજ્ઞાનિકોને વિશેષ આગ્રહ છે કે વિશ્વ કલ્યાણ માટે, માનવ કલ્યાણ માટે આગળ આવો, કોરોનાની વેક્સીન બનાવવાનુ બીડુ ઉઠાવો.

આપણે અનુશાસનનુ પાલન કરવાનુ છે

સાથે જ પીએમ મોદી એ પણ કહ્યુ કે 3 મે સુધી આપણે સૌ દેશવાસીઓએ લૉકડાઉનમાં જ રહેવાનુ છે. આ દરમિયાન આપણે અનુશાસનનુ એ જ રીતે પાલન કરવાનુ છે જે રીતે આપણે્ કરતા આવ્યા છીએ.મારી બધા દેશવાસીઓને પ્રાર્થના છે કે હવે કોરોનાને આપણે કોઈ પણ કિંમતે નવા વિસ્તારોમાં ફેલવા દેવાનો નથી. સ્થાનિક સ્તરે હવે એક પણ દર્દી વધ્યાો તો એ આપણા માટે ચિંતાો વિષય હોવો જોઈએ. એટલા માટે ન તો ખુદ કોઈ બેદરકારી કરવાની છે અને ના કોઈ બીજાને બેદરકારી કરવા દેવાની છે. કાલે આ વિશે સરકાર તરફથી એક વિસ્તૃત ગાઈડલાઈન જારી કરવામાં આવશે.

લૉકડાઉન મોંઘુ જરૂર પરંતુ જરૂરી

પીએમ મોદીએ કહ્યુ કે ભારતે સમયે ઝડપથી નિર્ણયો ન લીધા હોત તો આજે ભારતની સ્થિતિ શું હોત. પરંતુ અનુભવોથી સ્પષ્ટ છે કે આપણે જે રસ્તો પસંદ કર્યો તે આજની સ્થિતિમાં આપણા માટે યોગ્ય છે. સોશિયલ ડિસ્ટંસીંગ અને લૉકડાઉનનો બહુ મોટો લાભ દેશને મળ્યો છે. આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો આ મોંઘુ છે પરંતુ ભારતના લોકોની જિંદગી આગળ કોઈ તુલના ન હોઈ શકે.

આ પણ વાંચોઃ પીએમ મોદીના રાષ્ટ્રના નામે સંબોધનની મહત્વની વાતોઆ પણ વાંચોઃ પીએમ મોદીના રાષ્ટ્રના નામે સંબોધનની મહત્વની વાતો

English summary
India Has Over A Lakh Beds Ready & Over 600 Hospitals Are Working Only For COVID-19 says Pm Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X