વિનાશક ભુકંપથી પ્રભાવિત તુર્કીની મદદ માટે ભારતે હાથ લંબાવ્યો, 2300 થી વધુ લોકોના મોત
સોમવારનો દિવસ તુર્કી અને સીરિયા માટે ગોજારો સાબિત થયો છે. અહીં વિનાસક ભુકંપે 2300થી વધુ લોકોના મોત થયા છે.
સોમવારનો દિવસ તુર્કી અને આસપાસના દેશો માટે મોટી મુસીબત લઈને આવ્યો છે. આવી રહેલા રિપોર્ટ અનુસાર, તુર્કી અને સીરિયામાં આવેલા વિનાસક ભુકંપમાં મોટી સંખ્યામાં લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને હજુ પણ મૃતકોનો આંકડો વધી શકે છે.

તુર્કીના લોકો માટે સોમવારની સવાર ગોજારી સાબિત થઈ છે. એક પછી એક ખતરનાક ભુકંપના આંચકાને કારણે મોટી જાનહાનિ થઈ છે. સામે આવી રહેલા આંકડા અનુસાર આ વિનાશક ભુકંપમાં અત્યારસુધીમાં 2300થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. હાલ યુદ્ધના ધોરણે લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છેે. સૌથી ખરાબ સમાચાર એ છે કે હજુ મૃતકોની સંખ્યા વધી શકે છે.
આ વિનાશક ભુકંપને તુર્કી અને આસપાસના દેશોને ખરાબ રીતે પ્રભાવિત કર્યા છે. વિગતો અનુસાર 7.8, 7.6 અને 6.0 ની તીવ્રતાના ત્રણ આંકડાએ પુરા તુર્કીને હચમચાવી દીધુ છે. રિપોર્ટ અનુસાર, ભૂકંપ પછી તુર્કીમાં 50 થી વધુ આફ્ટર શોક અનુભવાયા છે. યુએસ જીઓલોજિકલ સર્વેના જણાવ્યા અનુસાર, પહેલો 7.8 ની તીવ્રતાનો ભૂકંપ તુર્કીના ગાઝિયનટેપ શહેરથી 17.9 કિલોમીટર દુર વહેલી સવારે 4:17 વાગ્યે નોંધાયો હતો.
તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ એર્દોઆને આ ભુકંપને 1939 પછીની દેશની સૌથી મોટી ત્રાસદી ગણાવી છે. તેમણે કહ્યું કે, 1000 થી વધુ લોકો માર્યા ગયા છે જ્યારે 3000 થી વધુ ઘાયલ થયા છે. ગાઝિઆન્ટેપ, સાન્લિઉર્ફા, દિયારબાકિર, અદાના, અદિયામાન, માલટ્યા, ઉસ્માનિયા, હટે અને કિલિસ પ્રાંત ભૂકંપથી ખરાબ રીતે પ્રભાવિત છે.
ભારતે પણ ખરાબ રીતે ભુકંપની પ્રભાવિત તુર્કી અને સીરિયાની મદદ માટે હાથ લંબાવ્યો છે. સોમવારે વડાપ્રધાન કાર્યાલયમાં મળેલી હાઈ લેવલ બેઠકમાં મદદ માટે નિર્ણય લેવાયો છે. તુર્કી સરકાર સાથે સંકલન કરીને NDRF અને તબીબી ટીમો અને રાહત સામગ્રી સાથે મોકલવાની તૈયારી શરૂ કરવામાં આવી રછે. PM કાર્યાલય અનુસાર, NDRFની બે ટીમો જેમાં પ્રશિક્ષિત ડોગ સ્કવોડ અને સ્પેશિયલ રેસ્ક્યુ ટીમમાં જરૂરી સાધનો સાથે 100 કર્મચારીઓ ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં જવા માટે તૈયાર છે. આ સાથે જરૂરી દવાઓ અને પ્રશિક્ષિત ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફ સાથેની તબીબી ટીમો પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં રવાના થશે.












Click it and Unblock the Notifications
