For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દ્વિપક્ષીય સંબંધ મજબૂત બનાવે ભારત, ઇરાનઃ રાષ્ટ્રપતિ

By Super
|
Google Oneindia Gujarati News

Pranab-Mukherjee
નવી દિલ્હી, 28 ફેબ્રુઆરીઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું કહેવું છે કે ભારત અને ઇરાને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટે કામ કરવું જોઇએ. ઇરાની એસેમ્બલીના સ્પીકર અલી અરદેશીર લારીજાનીના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળનું સ્વાગત કરતા રાષ્ટ્રપતિએ બુધવારે કહ્યું હતું કે, ભારત અને ઇરાનને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે કામ કરવું જોઇએ, જેથી તેનો લાભ બન્ને દેશોના નાગરીકને મળી શકે.

મુખર્જીએ કહ્યું, 'અમે વ્યાપાર અને આર્થિક ક્ષેત્રમાં સહયોગ વધારવા અને લોકો વચ્ચે થતા ક્ષેત્રમાં સંપર્ક વધારવા માટે કામ કરવા માંગીએ છીએ.' તેમણે કહ્યું કે ઇરાન આજે પણ ભારતને કાચું તેલ નિર્યાત કરનાર મહત્વપૂર્ણ સ્ત્રોત છે અને ભારતીય બજાર ઇરાની નિર્યાત માટે ખુલ્લા છે. ભારતને આશા છે કે ઇરાન પોતાના દેશથી અધિક વસ્તુઓ નિર્યાત કરશે.

મુખર્જીએ કહ્યું કે, આતંકવાદ, ઉર્જા સુરક્ષા, ખાદ્ય સુરક્ષા, જલવાયુ પરિવર્તન, પર્યાવરણ અને પ્રાકૃતિક વિપત્તિઓ સામે લડવું એ બન્ને દેશો માટે પ્રમુખ પડકાર છે. અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતા પર દબાણ આપતા તેમણે કહ્યું કે ક્ષેત્રના વિકાસ માટે તે જરૂરી છે.

English summary
India and Iran must work together to further promote trade and economic links, increased people to people contacts between them and within the region, President Pranab Mukherjee has said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X