For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'કેન્દ્ર સરકારે ગાંધીના દેશને બનાવ્યો 'બનાના રિપબ્લિક' દેશ'

|
Google Oneindia Gujarati News

mufti saed
શ્રીનગર, 12 ફેબ્રુઆરી: સંસદ હુમલાના મુખ્ય આરોપી અફઝલ ગુરુ બાદ વિવાદોનો દૌર શરૂ થઇ ગયો છે. કેટલાક લોકો અફઝલની મોત બાદ ખુશી મનાવી રહ્યા છે જ્યારે કેટલાક લોકોમાં આ વાતને લઇને રોષ છે. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 3 દિવસથી કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. સરકારે જે ગુપ્તરીતે અફઝલના પરિવારને જાણ કર્યા વગર જે રીતે અફઝલને ફાંસી આપી તેને લઇને લોકોમાં ભારે રોષ છે.

જોકે આ અંગે જમ્મુ-કાશ્મીરના સીએમ ઉમર અબ્દુલ્લા પહેલા જ કેન્દ્ર સરકાર પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે, હવે જમ્મુ-કાશ્મીરના મુખ્ય વિપક્ષી પાર્ટી પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના સંરક્ષક અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી મુફ્તી મોહંમ્મદ સઇદે સરકાર પ્રત્યે પોતાનો ગુસ્સો જાહેર કર્યો છે. મુફ્તીએ ભારતને 'બનાના રિપબ્લિક' ગણાવ્યું છે. બનાના રિપબ્લિકનો અર્થ એવો થાય છે કે તે દેશ વ્યવસ્થિત ના હોય. પીડીપીના નેતા મુફ્તી મોહંમ્મદે જણાવ્યું કે કેન્દ્રની સરકારે અફઝલને ફાંસી પોતાના રાજકિય હિત માટે આપી છે.

મુફ્તીએ જણાવ્યું કે કેન્દ્ર સરકારના રાજનીતિથી પ્રેરિત થઇને સંસદ હુમલાના આરોપી અફઝલને ફાંસી આપી દીધી છે. પીડીપી સંરક્ષક મુફ્તીએ જણાવ્યું કે કોંગ્રેસ સરકારે અફઝલને ફાંસી આપતા પહેલા તેના પરિવારને જાણ પણ નથી કરી અને તેના પરિવારને તેની સાથે છેલ્લી મુલાકાત પણ કરવા નથી દીધી.

તેમણે જણાવ્યું કે અફઝલના પરિવારને તેનો મૃતદેહ પણ સોપાયો નહી અને તેને જેલમાં જ દફનાવી દેવાયો. કેન્દ્ર સરકારના આ વિચારે ગાંધીના આ દેશના હોદ્દાને ઘટાડી તેને બનાના રિપબ્લિક બનાવી દીધો છે.

English summary
people democratic party chief Mufti Mohammad Sayeed show his anger against central government after Afzal Guru's hanging. He compaired India as a Banana Republic Country in his adress.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X