For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુરુનાનક દેવની 550મી જન્મતિથિ પર કરતારપુર કૉરિડોર ખોલશે ભારત, હવે નિર્ણય પાકિસ્તાન પર

સરકારે ગુરુવારે એલાન કરી દીધુ છે કે તે પંજાબના ગુરદાસપુર સ્થિત કરતારપુર કૉરિડોર આંતરરાષ્ટ્રીય બોર્ડર સુધી નિર્માણ કરશે. સરકારના આ નિર્ણય સાથે હવે બોલ પાકિસ્તાન બાજુ છે અને હવે પાકે નિર્ણય લેવાનો છે.

|
Google Oneindia Gujarati News

સરકારે ગુરુવારે એલાન કરી દીધુ છે કે તે પંજાબના ગુરદાસપુર સ્થિત કરતારપુર કૉરિડોર આંતરરાષ્ટ્રીય બોર્ડર સુધી નિર્માણ કરશે. સરકારના આ નિર્ણય સાથે હવે બોલ પાકિસ્તાન બાજુ છે અને હવે પાકે નિર્ણય લેવાનો છે. નાણામંત્રી અરુણ જેટલીએ આ વિશે જણાવ્યુ. તમને જણાવી દઈએ કે ઓગસ્ટ મહિનામાં પંજાબથી કોંગ્રેસ નેતા અને પૂર્વ ક્રિકેટર નવજોત સિદ્ધ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનના શપથ ગ્રહણ સમારંભમાં શામેલ થયા હતા. સિદ્ધુએ પાકની નવી સરકારને અનુરોધ કર્યો હતો કે આ કૉરિડોરને શીખ અનુયાયીઓ માટે ખોલી દેવામાં આવે. ત્યારબાદ સપ્ટેમ્બર મહિનામાં સમાચાર આવ્યા હતા કે પાક આ કૉરિડોરને ખોલવા પર રાજી થઈ ગયા છે પરંતુ ફરીથી તેણે પોતાના સૂર બદલી દીધા હતા.

આ પણ વાંચોઃ સીએમ ચંદ્રાબાબુથી 6 ગણો વધુ અમીર છે તેમનો 3 વર્ષનો પૌત્ર, જાણો સંપત્તિઆ પણ વાંચોઃ સીએમ ચંદ્રાબાબુથી 6 ગણો વધુ અમીર છે તેમનો 3 વર્ષનો પૌત્ર, જાણો સંપત્તિ

હવે નિર્ણય લેવાનો પાકિસ્તાને

હવે નિર્ણય લેવાનો પાકિસ્તાને

નાણામંત્રી અરુણ જેટલીએ આ વિશે જણાવ્યુ કે કૉરિડોરને ગુરદાસપુર જિલ્લામાં સ્થિત ડેરા બાબા નાનકથી શરૂ કરવામાં આવશે અને ભારતમાં સ્થિત આંતરરાષ્ટ્રીય બોર્ડર સુધી જશે. સરકારનું કહેવુ છે કે તે પાકિસ્તાન સરકારને અનુરોધ કરશે કે આ પ્રકારનો કૉરિડોર પોતાની જમીન પર સ્થિત ગુરુદ્વારા દરબાર સાહિબ સુધી તૈયાર કરે. જ્યાં ગુરુનાનક દેવે પોતાની જિંદગીના 18 વર્ષ વીતાવ્યા હતા. કરતારપુર કૉરિડોરને ઈન્ટીગ્રેટેડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ તૈયાર કરવામાં આવશે.

વિદેશ મંત્રાલયે આપ્યુ નિવેદન

વિદેશ મંત્રાલયે આપ્યુ નિવેદન

વિદેશ મંત્રાલય તરફથી આના પર અધિકૃત નિવેદન આપવામાં આવ્યુ છે. મંત્રાલયે કહ્યુ છે, ‘વર્ષ 2019માં ગુરુનાનક દેવજીની 550મી જન્મતિથિ છે અને અમે પાકિસ્તાન સરકારને અપીલ કરી છે કે તેઓ શીખોની ભાવનાઓ સમજે અને કૉરિડોરનું નિર્માણ કરે.' વિદેશ મંત્રાલયે કહ્યુ છે કે ભારત સરકાર તરફથી બધી સુવિધાઓ સાથે આ કૉરિડોર નિર્મિત કરાવવાનો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. ગયા મહિને પાકિસ્તાનને કહ્યુ હતુ કે કૉરિડોરને ખોલવાનો આ નિર્ણય એ વાત પર નિર્ભર કરશે કે ભારત તેની સાથે કોઈ વાતચીત કરવા ઈચ્છે છે કે નહિ.

શીખોને નહિ લેવા પડે કોઈ વિઝા

જો પાકિસ્તાન પણમ ભારતની જેમ નિર્ણય લે તો પછી ભારતના શીખ વિઝા સિવાય જ દર્શન માટે જઈ શકશે. કરતારપુર સાહિબ શીખોના પ્રથમ ગુરુ નાનકદેવજીનું નિવાસ સ્થાન હતુ અને અહીં જ તેમનું નિધન થયુ હતુ. બાદમાં તેમની યાદમાં અહીં એક ગુરુદ્વારા પણ બનાવવામાં આવ્યુ. કરતારપુર સાહિબ, પાકિસ્તાનના નારોવાલ જિલ્લામાં છે જે પંજાબમાં આવે છે. આ જગ્યા લાહોરથી 120 કિલોમીટર દૂર છે. જ્યાં આજે ગુરુદ્વારા છે ત્યાં 22 સપ્ટેમ્બર 1539ના રોજ ગુરુનાનક દેવજીએ અંતિમ શ્વાસ લીધા હતા.

આ પણ વાંચોઃ 'PDP-NCને J&Kમાં સરકાર બનાવવાના કદાચ સીમાપારથી મળ્યા હોય નિર્દેશ': રામ માધવઆ પણ વાંચોઃ 'PDP-NCને J&Kમાં સરકાર બનાવવાના કદાચ સીમાપારથી મળ્યા હોય નિર્દેશ': રામ માધવ

English summary
India is ready to open Kartarpur corridor on the occasion of 500th Birth anniversary of religious Sikh Guru Guru Nanak Dev.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X