કોરોનાથી સર્વાધિક મોત મામલે ભારત બન્યો દુનિયાનો પાંચમો દેશ

કોરોનાથી મરનાર લોકોની સંખ્યાની દ્રષ્ટિએ ભારત હવે દુનિયાનો પાંચમો દેશ બની ચૂક્યો છે.

દેશમાં કોરોનાનુ સંક્રમણ અટકવાનુ નામ નથી લઈ રહ્યુ. હવે રોજ લગભગ 50 હજાર લોકો કોરોના સંક્રમણની ચપેટમાં આવી રહ્યા છે. કોરોનાથી મરનાર લોકોની સંખ્યાની દ્રષ્ટિએ ભારત હવે દુનિયાનો પાંચમો દેશ બની ચૂક્યો છે જ્યાં કોરોનાથી સૌથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. ગુરુવારે આરોગ્ય મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે ભારત જેવા ગીચ વસ્તી ધરાવતા દેશ માટે હર્ડ ઈમ્યુનિટી રણનીતિક વિકલ્પ ન હોઈ શકે કારણકે આનાથી વધુ લોકોના જીવ જશે અને લોકોના આરોગ્ય પર ખરાબ અસર પડશે.

beds

તમને જણાવી દઈએ કે ગુરુવારે ભારતમાં કોરોનાથી મરનારની સંખ્યા 35800 સુધી પહોંચી ગઈ છે. મહારાષ્ટ્રમાં 266, તમિલનાડુમાં 100, કર્ણાટકમાં 83, આંધ્રપ્રદેશમાં 68, ઉત્તર પ્રદેશમાં 57 લોકોના ગુરુવારે કોરોનાથી મોત થઈ ગયા. આ આંકડાઓ સાથે જ કોરોનાથી મરનાર દર્દીઓની દ્રષ્ટિએ ભારત દુનિયાનો પાંચમો દેશ બની ગયો છે જ્યાં કોરોનાથી સર્વાધિક લોકોના મોત થયા છે. ભારતે હવે ઈટલીને પાછળ છોડી દીધુ છે જ્યાં 35132 લોકોના મોત થયા છે. સાત દિવસમાં કોરોનાથી સરેરાશ મરનારની વાત કરીએ તો અમેરિકામાં રોજ 1075 લોકોના મોત થઈ રહ્યા છે અને બ્રાઝિલમાં 1052 લોકોના મોત થઈ રહ્યા છે. ત્રીજા સ્થાને ભારત છે જ્યાં રોજ 735 લોકોના મોત થઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના વાયરસથી સંક્રમણના કુલ કેસ 16 લાખને પાર પહોંચી ગયા છે. વર્લ્ડોમીટરના ડેટા અનુસાર ગુરુવારે સાંજ સુધી દેશમાં કુલ કોરોના દર્દીઓની સંખ્યા 16 લાખ, 17 હજાર થઈ ગઈ છે. વળી, દેશમાં કોરોના સંક્રમણથી થતી મોતનો આંકડો 35800 સુધી પહોંચી ગયો છે. દેશમાં હાલમાં સક્રિય દર્દી 5,41,450 છે. વળી, ઈલાજ બાદ સંક્રમણથી રિકવર થઈ ચૂકેલા લોકોની સંખ્યા 10,39,069 છે. દુનિયાના બીજા દેશો સાથે ભારતની સરખામણી કરવામાં આવે તો કોરોના પ્રભાવિત દેશોની યાદીમાં ભારત ત્રીજા નંબરે છે. અમેરિકા અને બ્રાઝિલમાં જ ભારતથી વધુ કેસ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X