For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીજી ઑક્ટોબરે અરવિંદ કેજરીવાલ કરશે નવી પાર્ટીની ઘોષણા

|
Google Oneindia Gujarati News

arvind kejriwal
નવી દિલ્હી, 1 ઑક્ટોબર : સામાજિક કાર્યકર અણ્ણા હઝારેના મુખ્ય સાથી રહી ચૂકેલા અરવિંદ કેજરીવાલ આવતીકાલે એટલે કે બીજી ઑક્ટોબર, 2012ના રોજ નવા રાજકીય પક્ષની ઘોષણા કરી રાજકારણમાં પ્રવેશ કરશે.

અરવિંદ કેજરીવાલ માત્ર 20 દિવસ પહેલા જ અણ્ણા હઝારેથી અલગ થયા છે. આ અંગે કેજરીવાલ અને તેમનો સાથ આપી રહેલા મનીષ સિસૌદિયાએ જણાવ્યું કે મંગળવારે બીજી ઑક્ટોબર, 2012ના રોજ સવારે કોન્સ્ટિટ્યુશન ક્લબમાં એક સમારંભ યોજી આ બાબતની જાહેરાત કરશે.

ગાંધી જયંતિ અંગે યોજાનારા એક કાર્યક્રમમાં કેજરીવાલ પોતાની નવી રાજકીય પાર્ટીના દ્રષ્ટિકોણ, રાજનીતિ અને સભ્યોની પસંદગી પ્રક્રિયા અંગે જાણ કરશે. પાર્ટીમાં અનુચિત કાર્ય થતા રોકવા માટે આંતરિક લોકપાલની નિમણૂંક કરવામાં આવશે. લોકપાલ તરીકે નિવૃત્ત ન્યાયાધિશના નામની જાહેરાત પણ મંગળવારે જ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આજે દિલ્હી આવેલા અણ્ણા હજારે સાથે અરવિંદ કેજરીવાલ અને મનોજ સિસોદિયાએ મુલાકાત કરી હતી. ત્યાર બાદ અણ્ણા હઝારેએ જણાવ્યું હતું કે કેજરીવાલ સારા ઉમેદવાર પસંદ કરશે તો હું તેમને સાથ આપીશ. હું તેમનો પ્રચાર કરીશ. કારણ કે અમે બંને સમાજના ભલા માટે કામ કરી રહ્યા છીએ.

English summary
Arvind Kejriwal will formally enter politics tomorrow with the announcement of a political party.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X