For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખેડૂતો માટે સારા સમાચાર, હવામાન વિભાગે કહ્યું 97% સુધી થશે વરસાદ

હવામાન વિભાગ દ્વારા આ વર્ષે ચોમાસુ કેવું રહેશે તે અંગે જાહેરાત કરવામાં આવી છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ વખતે સારો વરસાદ થશે. ત્યારે જાણો આ અંગે વધુ અહીં.

|
Google Oneindia Gujarati News

જગતના તાત માટે આ વખતે ચોમાસું સુખનો દિવસો લઇને આવશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ઓછા વરસાદની આ વખતે સંભાવના ખુબ જ ઓછી છે. અને આ વખતે 97 ટકા સુધી વરસાદ થશે. આ સમાચાર ખેડૂતો સમેત તમામ ભારતીયો માટે આનંદના સમાચાર છે. હવામાન વિભાગ મુજબ આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર વચ્ચે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સક્રિય રહેશે જેના કારણે 97 ટકા વરસાદ થવાની સંભાવનાઓ પ્રબળ છે. તમને જણાવી દઇએ કે ગત વર્ષે ઓક્ટોબરથી ડિસેમ્બરમાં ભારતમાં ઓછો વરસાદ થયો હતો. જેની અસર દેશભરના અનેક વિસ્તારોમાં જોવા મળી હતી.

rain

જો કે આ વખતે હવામાન વિભાગને આશા છે કે ગત વર્ષ જેવી સ્થિતિ આ વખતે નહીં આવે. સોમવારે એક પ્રેસવાર્તામાં ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ કે.જે. રમેશે જણાવ્યું કે આઇએમડીને આ વખતે 97 ટકા વરસાદ થવાની આશા છે. જો કે વરસાદમાં પાંચ ટકાનો ઘટાડો કે વધારો જોવા મળી શકે છે. હવામાન વિભાગે આશા વ્યક્ત કરી છે કે મે મહિનાના અંતમાં કે પછી જૂનની શરૂઆતમાં કેરળમાં ચોમાસાનું આગમન થઇ જશે.

આ પહેલા હવામાન વિભાગે જ એક ખાનગી એજન્સી સ્કાઇમેટને કહ્યું હતું કે આ વખતે પર્યાપ્ત માત્રામાં વરસાદ થશે અને દેશમાં દુકાળની જે પરિસ્થિતિ ઓછા વરસાદના કારણે ઊભી થઇ છે તેમાં આ વખતના વરસાદના કારણે ભારે રાહત જોવા મળશે. વળી ચોમાસીની ગતિવિધિ પર હવે 15 મેના રોજ હવામાન વિભાગ વધુ જાણકારી આપશે અને હવામાનનું હવે પછીનું અપટેડ જૂનમાં મળશે. જો કે આ સમાચારથી ગુજરાત સમેત ભારતભરના ખેડૂતોને થોડો હાશકારો ચોક્કસથી મળશે.

English summary
India May Receive Normal Monsoon Rain, Weather Office Says. Read more on it here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X