india-pakistan conflict : ભારત આગામી 36 કલાકમાં હુમલો કરી શકે છે, પાકિસ્તાનનો દાવો
india-pakistan conflict : પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે ફરીથી તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાને બુધવારે દાવો કર્યો છે કે તેને વિશ્વસનીય ગુપ્તચર માહિતી મળેલી છે કે ભારત આગામી 24 થી 36 કલાકમાં તેના પર સૈન્ય કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.
આ દાવાને પગલે પાકિસ્તાને ભારતને ચેતવણી આપી છે કે જો આવું થાય તો તેનો ઠોસ અને નક્કર જવાબ મળશે.

પાકિસ્તાનના માહિતી પ્રધાન અત્તાઉલ્લાહ તારરે કહ્યું કે, પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની પૃષ્ઠભૂમિમાં ભારતે બિનઆધારભૂત અને બનાવટી આરોપોના આધારે આ પગલું ભરવાનું આયોજન કર્યું છે.
તેમણે એક પોસ્ટમાં લખ્યું કે, પાકિસ્તાન પાસે વિશ્વસનીય ગુપ્તચર માહિતી છે કે ભારત પહેલગામ ઘટનામાં પાકિસ્તાનની સંડોવણીના બિનમૂલ્યવાન આરોપોની આડમાં સૈન્ય કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે.
પાકિસ્તાને દાવો કર્યો કે તેણે આતંકવાદથી ઘણી વખત પીડા ભોગવી છે અને તે હંમેશા હિંસાની તમામ ઘટનાઓની નિંદા કરે છે. એટલું જ નહીં પાકિસ્તાને કહ્યું કે ભારતે પહેલગામ હુમલામાં પાકિસ્તાનને દોષી ઠેરવવા ન્યાયાધીશ, જુરી અને ફાંસીદાતાની ભૂમિકા એકધારી રીતે ભજવી છે.
પહેલગામ હુમલાને પગલે ભારતે પાકિસ્તાન સામે અનેક કડક પગલાં લીધા છે. જેમાં પાકિસ્તાની સૈન્ય અધિકારીઓને દેશ છોડવા માટે કહેવાઈ છે. સાથે જ 1960ની સિંધુ જળસંધિ પણ રદ કરી દેવાઈ છે.
27 એપ્રિલથી બધા પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવેલા વિઝા પણ રદ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં અટારી જમીન માર્ગ પણ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે.
પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સમુદાયને પણ સચેત રહેવા અપીલ કરી છે. એ કહ્યું કે જો ભારતે કોઇપણ પ્રકારની સૈન્ય કાર્યવાહીની હિમ્મત કરી, તો તેને નક્કર અને પૂરતો જવાબ મળશે. તેમજ તેના પરિણામ માટે સંપૂર્ણ જવાબદારી ભારતની રહેશે.
અત્તાઉલ્લાહ તારરે વધુમાં જણાવ્યું કે, પાકિસ્તાન એક જવાબદાર દેશ તરીકે ખુલ્લા દિલે એક નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ માટે તટસ્થ વિશેષજ્ઞોની કમિશનની ઓફર આપી હતી.પરંતુ ભારતે શાંતિ અને યુક્તિના માર્ગને અવગણીને ટકરાવ અને અયોગ્ય નિર્ણયનો માર્ગ પસંદ કર્યો છે, જેના પરિણામે આખા ક્ષેત્ર અને વિશ્વમાં પણ વિકટ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.












Click it and Unblock the Notifications
