બજેટ સત્રઃ 8 જુલાઇએ રેલ અને 10 જુલાઇએ સામાન્ય બજેટ થશે રજૂ
નવી દિલ્હી, 24 જૂનઃ સંસદ બજેટ સત્ર 7 જુલાઇથી 14 ઑગસ્ટ સુધી ચાલશે અને આ વચ્ચે નરેન્દ્ર મોદી સરકાર પોતાનું પહેલું સામાન્ય બજેટ 10 જુલાઇએ રજૂ કરશે. રેલવે બજેટ 8 જુલાઇએ રજૂ થશે અને આર્થિક સર્વેક્ષણ 9 જુલાઇએ રજૂ કરવામાં આવશે. સંસદીય મામલાની કેબિનેટ સમિતિએ આજે પોતાની બેઠકમાં આ નિર્ણય કર્યો. સીસીપીઆઇની આ બેઠક ગૃહમંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સંસદ ભવનમાં સંસદીય મામલાના મંત્રી એમ વેંકૈયા નાયડુના કક્ષમાં થઇ.

ગત સરકારના સમય દ્વારા મંજૂર લેખાનુદાન માંગોની મિયાદ 31 જુલાઇએ સમાપ્ત થતાં પહેલા નવું બજેટ લાવવાનું છે. સંસદ ક્ષેત્ર દરમિયાન વિપક્ષ તરફથી અન્ય વિષયોની સાથે રેલ ભાડામાં વૃદ્ધિ અંગે વિરોધ વ્યક્ત કરવામાં આવશે. લોકસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી પર આ સત્ર દરમિયાન કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
