દેશમાં કોરોનાના 2879 નવા કેસ, 54 દર્દીઓના સંક્રમણના કારણે થયા મોત

દેશમાં કોરોનાના નવા કેસ એક વાર ફરીથી વધ્યા છે. જાણો લેટેસ્ટ આંકડા...

નવી દિલ્લીઃ દેશમાં કોરોનાના નવા કેસ એક વાર ફરીથી વધ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2879 નવા દર્દી મળ્યા છે જ્યારે 54 દર્દીઓના સંક્રમણથી મોત થઈ ગયા છે. રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 2986 છે. વળી, સક્રિય કેસની વાત કરીએ તો તેમાં થોડો ઘટાડો આવ્યો છે. દેશમાં હવે સક્રિય કેસની સંખ્યા 19494 છે જે મંગળવારે 19637 હતી.

covid

કાલના મુકાબલે વધ્યા કોરોનાના નવા કેસ

તમને જણાવી દઈએ કે મંગળવારની સરખામણીમાં આજે કોરોનાના નવા કેસોમાં વધારો થયો છે. મંગળવારે કોરોનાના નવા કેસ 2288 હતા. વળી, 10 દર્દીઓના સંક્રમણના કારણે મોત થઈ ગયા. દેશમાં આજનો પૉઝિટિવિટી રેટ 0.61 ટકા છે. આ મંગળવારે 0.95 હતો. દેશમાં હે કોરોનાથી થયેલ કુલ મોતની સંખ્યા 524157 થઈ ગઈ છે. વળી, કુલ દર્દીઓની સંખ્યા 43,110,586 થઈ ગઈ છે.

દિલ્લીમાં કાલે મળ્યા હતા 799 નવા કેસ

તમને જણાવી દઈએ કે રાજધાની દિલ્લીમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. મંગળવારે જાહેર થયેલા આંકડાઓ અનુસાર દિલ્લીમાં છેલ્લા 24 કલાકની અંદર 799 નવા કેસ મળ્યા અને 3 દર્દીઓના મોત થઈ ગયા છે જે છેલ્લા 2 મહિનામાં સૌથી વધુ છે. આ પહેલા 7 માર્ચે દિલ્લીમાં કોરોનાથી 3 દર્દીઓના મોત થયા હતા. દિલ્લીની અંદર પૉઝિટિવિટી રેટમાં ઘટાડો આવ્યો છે જે નીચે આવીને 4.94 ટકા આવી ગયો છે. છેલ્લા 24 કલાકમાં દિલ્લીમાં 16187 કોવિડ ટેસ્ટ કરાવવામાં આવ્યા જેમાંથી 799નો ટેસ્ટ પૉઝિટિવ આવ્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X