For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

WHOની કોરોના મૃતકોના મૂલ્યાંકન પદ્ધતિ પર ભારતે સવાલ ઉઠાવ્યા

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, કોરોનાને કારણે મૃત્યુના અંદાજની સમાન ગાણિતિક પદ્ધતિ દરેક દેશમાં લાગુ કરી શકાય નહીં.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 17 એપ્રીલ : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને સવાલ ઉઠાવ્યો છે કે, કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની ઓળખ કેવી રીતે કરવી? સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, કોરોનાને કારણે મૃત્યુના અંદાજની સમાન ગાણિતિક પદ્ધતિ દરેક દેશમાં લાગુ કરી શકાય નહીં. ભારત એક મોટો દેશ છે, આ દેશ ભૂગોળ અને વસ્તીથી અલગ છે, તેથી અન્ય દેશોની પદ્ધતિ અહીં અપનાવી શકાય નહીં.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રયાસોમાં અવરોધ ઉભો કરી રહ્યું છે ભારત

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રયાસોમાં અવરોધ ઉભો કરી રહ્યું છે ભારત

ન્યૂયોર્ક ટાઈમ્સમાં છપાયેલા એક લેખમાં લખવામાં આવ્યું હતું કે, ભારત વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રયાસોમાં અવરોધ ઉભો કરી રહ્યું છે, જેથી કરીને કોરોનાથી થયેલામૃત્યુના આંકડા સાર્વજનિક ન કરી શકાય.

અહેવાલ મુજબ, યુએનના મૂલ્યાંકન મુજબ 2021 ના​અંત સુધીમાં કોરોનાને કારણે 15 મિલિયન લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારેએકલા ભારતમાં 40 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જે ભારત દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા કરતા બમણાથી વધુ છે.

આ અહેવાલના જવાબમાં ભારત વતીનિવેદન જાહેર કરીને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની કોવિડથી મૃતકોનો અંદાજ કાઢવાની પદ્ધતિ પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

ભારતે વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે સતત અને તકનીકી રીતે ડેટા શેર કર્યો

ભારતે વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે સતત અને તકનીકી રીતે ડેટા શેર કર્યો

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ આંકડો લાંબા સમયથી જાહેર કરવામાં આવ્યો નથી. કારણ કે, ભારતે તેની સામે વાંધો ઉઠાવ્યો છે, ભારતે આ આંકડા અને આઆંકડાની ગણતરી કરવાની પદ્ધતિ પર સવાલ ઉઠાવ્યા છે.

આરોગ્ય મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, ભારતનો મૂળભૂત વિરોધ આ પરિણામોનો નથી, પરંતુતે પ્રક્રિયાનો છે, જેના દ્વારા આ પરિણામો દોરવામાં આવ્યા છે.

ભારતે વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે સતત અને તકનીકી રીતે ડેટા શેર કર્યો છે. ભારત ઉપરાંત ચીન,બાંગ્લાદેશ, ઈરાન, સીરિયાએ પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની પદ્ધતિ પર સવાલ ઉઠાવ્યા છે.

ભારતમાં કોરોનાની પરિસ્થિતિ

ભારતમાં કોરોનાની પરિસ્થિતિ

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર, રવિવારના રોજ સવારના 8 કલાક સુધીમાં છેલ્લા 24 કલાકમાં ભારતમાં1,150 નવા કોવિડ19 કેસ અને 4 મૃત્યુ નોંધાયા છે. સક્રિય કેસ હાલમાં 11,558 છે, જે કુલ સંક્રમણના 0.03 ટકા છે.

રિકવરી રેટ 98.76 ટકા પર યથાવત રહ્યો હતો અનેશનિવારે 954 રિકવરી નોંધાઈ હતી. દેશનો ડેઇલી પોઝિટિવિટી રેટ 0.31 ટકા છે અને વીકલી પોઝિટિવિટી રેટ 0.27 ટકા છે.

English summary
India rise questions WHO's method of assessing Corona deaths.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X