For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુક્રેનના રાષ્ટ્રપતિને ભારતનું આશ્વાસન, પીએમ મોદીએ કહ્યું-સંઘર્ષ ટાળવા જરૂરી હશે કરીશું

By Desk
|
Google Oneindia Gujarati News

20 સમ્મેલનમાં પહોંચવા માટે પીએમ મોદી જાપાન પહોંચ્યા છે. અહીં હિરોશિમામાં પીએમ મોદી અને યુક્રેનિયન પીએમ વ્લાદિમીર ઝેલેન્સ્કી વચ્ચે મુલાકાત થઈ હતી. અહીં પીએમ મોદીએ યુદ્ધને ખતમ કરવા માટે જરૂરી મદદની ખાતરી આપી હતી.

મુલાકાત દરમિયાન પીએમ મોદીએ આશ્વાસન આપતા કહ્યું કે, ભારત અને હું સંઘર્ષને ઉકેલવા માટે જે પણ કરી શકાય તે કરીશું. અહીં તમને જણાવી દઈએ કે, રશિયા-યુક્રેન સંઘર્ષ બાદ બંને નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત છે.

pm

અહીં પીએમ મોદીએ કહ્યું કે, છેલ્લા એક-દોઢ વર્ષથી અમે ટેલિફોનિક વાતચીત કરી રહ્યા છીએ. પરંતુ ગ્લાસગો પછી અમે લાંબા સમય પછી મળી રહ્યા છીએ.

અહીં એ પણ જાણવુ જરૂરી છે કે, યુક્રેનિયન રાષ્ટ્રપતિ G7 અધ્યક્ષના આમંત્રણ પર સમિટમાં ભાગ લઈ પહોંચ્યા છે. યુક્રેન યુદ્ધથી શરૂઆત બાદથી પીએમ મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે ઘણી વખત ફોન પર વાત કરી છે.

યુક્રેન યુદ્ધ બાદ પીએમ મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પણ મળી ચૂક્યા છે. ગયા વર્ષે, ઉઝબેકિસ્તાનના સમરકંદમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે, આ યુદ્ધનો સમય નથી. પીએમ મોદીના નિવેદનની ખુબ ચર્ચા થઈ હતી.

અહીં તમને જણાવી દઈએ કે, જી20 શિખર સંમેલનનું આયોજન આ વર્ષે ભારતમાં થવા જઈ રહ્યુ્ં છે. આ શિખર સંમેલનમાં આવવા માટે ઝેલેન્સ્કી આ આતુર છે અને અપેક્ષા કરી રહ્યા છે કે ભારત તેમને આ આમંત્રણ મોકલે.

English summary
India's assurance to the President of Ukraine, PM Modi said - it will be necessary to avoid conflict
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X