For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અત્યાર સુધીમાં દેશમાં Coronavirusના કુલ 700 કેસ, મૃતકાંક 16ને પાર

અત્યાર સુધીમાં દેશમાં Coronavirusના કુલ 700 કેસ, મૃતકાંક 16ને પાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના મામલા તેજીથી વધી રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ 694 લોકો તેના લપેટામાં આવી ચૂક્યા છે. 16 લોકોના મોત થઈ ચૂક્યાં છે. ગુરુવારે COVID-19 સંક્રમિત 3 શખ્સના મોત થયાં હતાં જ્યારે 88 નવા મામલા સામે આવ્યા. જણાવી દઈએ કે આ વાયરસથી બચવા માટે પીએણ નરેન્દ્ર મોદીએ 24 માર્ચે દેશને સંબોધિત કરતા આખા દેશમાં 21 દિવસના લૉકડાઉનની ઘોષણા કરી હતી આખા દેશમાં સખ્તાઈી લૉકડાઉનનું પાલન થઈ રહ્યું છે.

ભારતમાં કુલ 700 મામલા

ભારતમાં કુલ 700 મામલા

આ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે પૉઝિટિવ મામલામાં વૃદ્ધિ દર ભારતમાં અપેક્ષાકૃત સ્થિર છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે ભારતમાં કોરોના વાયરસ સંક્રમણનો પ્રસાર સમુદાયના સ્તર પર થઈ રહ્યો છે તે કહેવા માટે હજી પુખ્તા સાક્ષ્ય નથી. આ વાયરસથી નિપટવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો યુદ્ધ સ્તરે પગલાં ઉઠાવી રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કોરોના વાયરસ મહામારી અને તેના આર્થિક પ્રભાવથી નિપટવા માટે ગુરુવારે ખાસ કરીને ગરીબો, વૃદ્ધો અને સ્વયં સહાયતા સમૂહો તથા નિમ્ન વર્ગને રાહત આપતા 1.70 લાખ કરોડ રૂપિયાની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની ઘોષણા કરી.

સરકારે રાહત પેકેજ જાહેર કર્યું

સરકારે રાહત પેકેજ જાહેર કર્યું

તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત રાશનની દુકાનોથી 80 કરોડ લોકોને આગલા ત્રણ મહિના સુધી પ્રતિ વ્યક્તિ પાંચ કિલો ઘઉં અથવા ચોખા ઉપરાંત રાશન કાર્ડ દીઠ કિલો એક દાળ મફતમાં મળશે. સીતારમણે પેકેજની ઘોષણા કરતા કહ્યું કે 20.5 કરોડ મહિલા જનધન ખાતાધારકોને આગલા ત્રણ મહિના સુધી દર મહિને 500 રૂપિયા આપવામાં આવશે જેથી તેમની વધારાની મદદ મળી શકે. નાણામંત્રીએ ત્રણ કરોડ ગરીબ વૃદ્ધો, વિધવાઓ તથા ગરીબ દિવ્યાંગોને એક-એક હજાર રૂપિયાની અનુગ્રહ રાશિ આપવાની પણ ઘોષણા કરી.

દેશમાં બગડી રહ્યા છે હાલાત

દેશમાં બગડી રહ્યા છે હાલાત

કોરોના વાયરસથી જોડાયેલ હાલાત પર મીડિયાને જાણકારી આપતા સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, અત્યાર સુધી એવું કહેવા માટે કોઈ પુષ્તા સાક્ષ્ય નથી કે ભારતમા કોરોના વાયરસના સંક્રમણનો પ્રસાર સમુદાયના સ્તર પર થઈ રહ્યો છે. સામાન્ય જનતાને આશ્વાસન આપતા અગ્રવાલે કહ્યું કે ભારત કોરોના વાયરસ સંક્રમણના પડકારથી નિપટવા માટે તૈયાર છે. જ્યારે વિદેશ મંત્રાલયે કહ્યું કે યાત્રા પ્રતિબંધોના સંબંધમાં મંત્રિસમૂહની બેઠકમાં ચર્ચા થઈ અને તે જલદી જ જનતાને જણાવી દેવામાં આશે.

મહારાષ્ટ્રમાં સૌથી વધુ મામલા

મહારાષ્ટ્રમાં સૌથી વધુ મામલા

મંત્રાલયના આંકડા મુજબ મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કોરોના વાયરસના સૌથી વધુ 124 મામલા સામે આવ્યા છે, જેમાં ત્રણ વિદેશી નાગરિકોના સંક્રમણના મામલા સામેલ છે. જે બાદ કેરળમાં જ્યાં 118 મામલા નોંધાયા છે. આ મામલામાં આઠ વિદેશી નાગરિકોના સંક્રમણના મામલા સામેલ છે. તેલંગાણામાં મામલાની સંખ્યા 10 વિદેશી નાગરિકો સહિત 41 પર પહોંચી ગઈ છે. કર્ણાટકમાં 41 મામલા નોંધાયા છે, જ્યારે ગુજરાતમાં સંક્રમણના મામલા વિદેશી નાગરિકો સહિત 44 પર પહોંચી ગઈ છે. રાજસ્થાનમાં 38, ઉત્તર પ્રદેશમાં 37 જ્યારે દિલ્હીમાં 35 મામલા પોઝિટિવ નોંધાયા છે.

કોરોના સામેની જંગમાં G-20 દેશ 5 ટ્રિલિયન ડૉલરની મદદ કરશે, બેઠકમાં મોદી પણ સામેલ થયાકોરોના સામેની જંગમાં G-20 દેશ 5 ટ્રિલિયન ડૉલરની મદદ કરશે, બેઠકમાં મોદી પણ સામેલ થયા

English summary
India’s Count Touches 700 With 88 New Cases in a Day
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X