For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકા માટે સંકટમોચક બન્યુ ભારત, હાઈડ્રોક્લોરોક્વીનની સપ્લાયને મંજૂરી

ભારતે કહ્યુ છે કે કોરોના વાયરસના વધતા સંકટને જોતા પેરાસિટામોલ અને હાઈડ્રોક્લોરોક્વીન પર લાગેલા પ્રતિબંધને આંશિક રીતે હટાવી લેવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

ભારતે કહ્યુ છે કે કોરોના વાયરસના વધતા સંકટને જોતા પેરાસિટામોલ અને હાઈડ્રોક્લોરોક્વીન પર લાગેલા પ્રતિબંધને આંશિક રીતે હટાવી લેવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલય તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે દેશ એ પડોશી દેશો માટે યોગ્ય માત્રામાં આ દવાઓની સપ્લાયના લાયસન્સને મંજૂરી આપશે જે તેમના પર નિર્ભર છે. ભારત તરફથી આ નિર્ણય અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી આવેલ એક નિવેદન બાદ લેવામાં આવ્યો છે.

ભારત સૌથી મોટો ઉત્પાદક દેશ

ભારત સૌથી મોટો ઉત્પાદક દેશ

વિદેશ મંત્રાલય તરફથી કોઈ દેશનુ નામ લીધા વિના કહેવામાં આવ્યુ છે કે અમુક દેશોમાં જેના પર મહામારીના કારણે ઘણી ખરાબ અસર પડી છે તેમને પણ આ જરૂરી દવાઓની સપ્લાય કરવામાં આવશે. વિદેશ મંત્રાલયે આ સાથે જ આખા મુદ્દાનુ રાજકીયકરણ ન કરવાની અપીલ પણ કરી છે. ટ્રમ્પે સોમવારે વ્હાઈટ હાઉસમાં મીડિયાને સંબોધિત કરતા કહ્યુ હતુ કે ભારતે મેલેરિયાની દવાપર લાગેલા નિકાસના પ્રતિબંધને ન હટાવ્યો તો તેમનો દેશકડક પ્રતિક્રિયાની કાર્યવાહી કરશે. ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રવિવારે ફોન પર વાત કરી હતી અને તેમણે કહ્યુ હતુ કે ભારત મલેરિયાની દવા હાઈડ્રોક્લોરોક્વિનની સપ્લાય કરે. ભારત મલેરિયાની દવા હાઈડ્રોક્લોરોક્વીનનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે.

પરંતુ પહેલા ઘરેલુ જરૂરિયાતો પર પણ ધ્યાન

પરંતુ પહેલા ઘરેલુ જરૂરિયાતો પર પણ ધ્યાન

સૂત્રો તરફથી જણાવવામાં આવ્યુ છે કે બીજા દેશો તરફથી મળેલા હાઈડ્રોક્લોરોક્વીન અને પેરાસિટામોલની નિકાસ પર નિર્ણય ઘરેલુ જરૂરિયાતોને પૂરી કર્યા બાદ લેવામાં આવશે. ભારત તરફથી 25 માર્ચે હાઈડ્રોક્લોરોક્વીનની નિકાસ પર બેન લગાવી દેવામાં આવ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ ઉપરાંત બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેર બોલસોનારોએ પણ ભારત સરકારને આગ્રહ કર્યો હતો કે તેમના દેશોમાં કોવિડ-19ની સ્થિતિઓથી નિપટવા માટે આ દવાઓની સપ્લાયને મંજૂરી આપવામાં આવે. સરકાર સાથે જોડાયેલ નજીકના સૂત્રોની માનીએ તો આ દવાઓથી આશિંક બેન હટાવવામાં આવ્યો છે એટલે કે અમુક નિયમો હેઠળ જ દવાની સપ્લાય કરવામાં આવશે.

ટ્રમ્પે 19 માર્ચને ગણાવી હતી અસરકારક

ટ્રમ્પે 19 માર્ચને ગણાવી હતી અસરકારક

હાઈડ્રોક્લોરોક્વીન ટેબલેટને કોવિડ-19ના ઈલાજમાં કારગર દવા તરીકે જોવામાં આવી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે 19 માર્ચે કહ્યુ હતુ કે અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન(એફડીએ)એ કોરોના વાયરસના ઈલાજ માટે હાઈડ્રોક્સીક્લોરોક્વિનને મંજૂરી આપી દીધી છે. કોવિડ-19 કે નોવેલ કોરોના વાયરસથી પેદા થયેલી આ મહામારી આખી દુનિયાને હવે પોતાની ચપેટમાં લઈ રહી છે. વૈજ્ઞાનિક આના ઈલાજ માટે દવાઓની ટેસ્ટિંગ કરવામાં લાગ્યા છે. જો કે એફડીએ ટ્રમ્પે આ દાવાને સંપૂર્ણપણે ફગાવી દીધો હતો.

જયપુરમાં ડૉક્ટરોએ કર્યો પહેલી વાર પ્રયોગ

જયપુરમાં ડૉક્ટરોએ કર્યો પહેલી વાર પ્રયોગ

મેલેરિયાની દવાઓ માર્ચ મહિનામં ડૉક્ટરોએ રાજસ્થાનના જયપુરમાં ઈટલીથી આવેલ એક કપલનો ઈલાજ કર્યો હતો. જે દવાઓ આ કપલને આપવામાં આવી હતી તેમાં મેલેરિયાની દવાઓ પણ શામેલ હતી. ફ્રાંસમાં પણ આઈક્સ માર્શલ યુનિવર્સિટીના પ્રોફેસર ડિડીઈર રાઓલ્ટે નોવેલ કોરોના વાયરસના એક દર્દીના ઈલાજ માટે આ દવાનો ઉપયોગ કર્યો હતો. તેમણે હાઈડ્રોક્સીક્લોરોક્વિનો ડોઝક કોવિડ-19ના 36 દર્દીને આપ્યા હતા. એક ડ્રાફ્ટ પેપર જેને હજુ રિલીઝ કરવામાં આવ્યો નથી તેમાં કહેવામાં આવ્યુ હતુ કે 36માંથી છ દર્દીમાં લક્ષણ નહોતા અને 22ને શ્વાસના ઉચ્ચ સ્તરનુ ઈન્ફેક્શન તો ઠ લોકોને શ્વાસનુ નિમ્ન સ્તરનુ ઈન્ફેક્શન હતુ.

આ પણ વાંચોઃ શું 14 એપ્રિલ બાદ પણ ચાલુ રહેશે દેશમાં લૉકડાઉન? સરકારે આપ્યા સંકેતઆ પણ વાંચોઃ શું 14 એપ્રિલ બાદ પણ ચાલુ રહેશે દેશમાં લૉકડાઉન? સરકારે આપ્યા સંકેત

English summary
India says it would license Hydroxychloroquine for neighbouring countries who are dependent on it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X