અગ્નિ-5નું સફળ પરીક્ષણ, ચીન અને પાક છોડો હવે યુરોપ પણ રેંજમાં
ઈસરોએ સોમવારે લોન્ગ રેન્જવાળી ઈંટરકોન્ટિનેંટલ બેલિસ્ટિક મિસાઈલ અગ્નિ-5નું સફળ પરિક્ષણમ કરી લીધુ છે.
ઈસરોએ સોમવારે લોન્ગ રેન્જવાળી ઈંટરકોન્ટિનેંટલ બેલિસ્ટિક મિસાઈલ અગ્નિ-5નું સફળ પરિક્ષણમ કરી લીધુ છે. ઓડિશાના બાલાસોરમાં અબ્દુલ કલામ તટથી ઈસરોએ અગ્નિ-5ના મિસાઈલને સફળતાપૂર્વક લોન્ચ કર્યુ. આ પૂર્ણ સ્વદેશી પરમાણી ક્ષમતાવાળી મિસાઈલ 5000 કિમી રેંજ સુધી એટેક કરવામાં સક્ષમ છે. આ મિસાઈલને ઈસરોએ બનાવીને તૈયાર કરી છે. જમીનથી જમીન (Surface to Surface) પર એટેક કરતી આ મિસાઈલ સોમવારે બપોરે 1.30 વાગે લોન્ચ કરવામાં આવી.

અગ્નિ-5 એ યુરોપને પણ લીધુ રેંજમાં
5000 કિમી સુધી એટેર કરતી અગ્નિ 5 મિસાઈલની રેંજમાં માત્ર પાકિસ્તાન અને ચીન જ નથી આવ્યા પરંતુ યુરોપ સુધીના અંતર પર બેઠેલા દુશ્મનનો ખાતમો કરવો પણ સરળ રહેશે. અગ્નિ-5 ટેકનોલોજી મામલે સૌથી એડવાંસ મિસાઈલ છે. આમાં નેવીગેશન, ગાઈડન્સ, વોરહેડ અને એન્જિનની અત્યાધુનિક સુવિધાઓ છે.

50 ટનની અગ્નિ-5 મિસાઈલ
જો કે ઈસરોના વૈજ્ઞાનિકોએ આ મિસાઈલને પાકિસ્તાન અને ચીનના ખતરાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યુ છે. આ મિસાઈલની લંબાઈ 17.5 મીટર, પહોળાઈ 2 મીટર અને દોઢ ટન વિસ્ફોટક વજન ઉઠાવવાની ક્ષમતા રાખે છે. તેનુ કુલ વજન 50 ટન છે. આ થ્રી સ્ટેજ મિસાઈલ પોતાના ટાર્ગેટ પર બિલકુલ અચૂક હશે અને પલક ઝપકતા જ દુશ્મનોને નશ્ટ કરી દેશે.

છેલ્લા છ મહિનામાં આ બીજુ પરીક્ષણ
ભારતના વૈજ્ઞાનિકોએ છેલ્લા છ મહિનામાં આ બીજુ પરીક્ષણ કર્યુ છે. આ પહેલા જૂનમાં મોબાઈલ લોન્ચરથી મિસાઈલને લોન્ચ કરવામાં આવ્યુ હતુ. ભારત પાસે હાલમાં 700 કિમીની રેંજ પર એટેક કરતી અગ્નિ-2, 2000 કિમીની રેંજવાળી અગ્નિ-2, અગ્નિ-3 અને અગ્નિ-4 લગભગ 3500 કિમી દૂર સુધી દુશ્મનો પર એટેક કરવામાં સક્ષમ છે. અગ્નિ-5નું પહેલુ સફળ પરીક્ષણ એપ્રિલ 2012માં કરવામાં આવ્યુ હતુ.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
