ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો

ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાયરસનો કહેર વધતો જઈ રહ્યો છે. દેશભરમાં કોરોનાના પોઝિટિવ કેસ સતત વધી રહ્યા છે. જેનું એક કારણ વધુ માત્રામાં થઈ રહેલા ટેસ્ટિંગ છે જેથી વધુમાં વધુ સંક્રમિતો સામે આવી શક્યા. છેલ્લા 24 કલાકમાં ભારતમાં સૌથી વધુ ટેસ્ટિંગનો નવો રેકોર્ડ નોંધાયો. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 6,64,949 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ભારતે નવો રેકોર્ડ સર્જ્યો

ભારતે નવો રેકોર્ડ સર્જ્યો

ટેસ્ટ, ટ્રેક એન્ડ ટ્રીટ સ્ટ્રેટેજી અંતર્ગત ભારતે સતત ત્રીજા દિવસે 6 લાખથી વધુ લોકોના નમૂના ચકાસ્યા. અત્યાર સુધીમાં કુલ 2,21,49,351 ટેસ્ટ થઈ ચૂક્યા છે. દરેક 10 લાખે 16050 ટેસ્ટનો રેશિયો છે. આવી રીતે એગ્રેસિવ રીટે ટેસ્ટિંગ કરી વધુમાં વધુ સંક્રમિતોને ટ્રેક કરી તેમનો ઈલાજ કરવામાં આવે તેવો ઉદ્દેશ્ય રાખવામાં આવેલ છે. આજ સુધીમાં દેશમાં કુલ 1370 લેબ કાર્યરત છે, જેમાંની 921 સરકારી ક્ષેત્રની અને 449 લેબ પ્રાઈવેટ ક્ષેત્રની છે.

ભારતમાં કોરોના વાયરસની સ્થિતિ

ભારતમાં કોરોના વાયરસની સ્થિતિ

દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યા 19,64,536ને વટાવી ચૂકી છે. જેમાંથી 40699 લોકોના મોત થયા છે જ્યારે 13,28,336 લોકો સ્વસ્થ થઈને પોતપોતાના ઘરે પરત પહોંચી ગયા છે જે બાદ હજી પણ દેશમાં 5,95,501 સક્રિય કેસ છે. દેશભરમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને કર્ણાટક છે.

સૌથી વધુ સંક્રમિત રાજ્ય

સૌથી વધુ સંક્રમિત રાજ્ય

  • મહારાષ્ટ્રઃ 468,265
  • તમિલનાડુઃ 273,460
  • આંધ્ર પ્રદેશઃ 186,461
  • કર્ણાટકઃ 151,449
  • દિલ્હીઃ 140,232
  • ઉત્તર પ્રદેશઃ 104,388
  • ગુજરાતઃ 66,669

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X