ઓપિનિયન પોલ મુજબ આ બે રાજ્યોમાં સરકાર બનાવી શકે છે કોંગ્રેસ, ભાજપને આ રાજ્યમાં મળશે કાંટાની ટક્કર

ઈન્ડિયા ટીવી ગ્રાઉન્ડ ઝીરો રિસર્ચ ટીમ ઓપિનિયન પોલ મુજબ કોંગ્રેસ પંજાબમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી શકે છે.

નવી દિલ્લીઃ હાલમાં જ દેશના પાંચ રાજ્યોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીને લઈને બધા રાજકીય પક્ષોએ કમર કસી લીધી છે અને પોતાની જીત માટે મહેનત કરી રહ્યા છે. વળી, અલગ-અલગ ઓપિનિયન પોલ પણ આવી રહ્યા છે જે પક્ષોના તમામ દાવાઓને હવા-હવાઈ સાબિત કરી રહ્યા છે. ઈન્ડિયા ટીવી ગ્રાઉન્ડ ઝીરો રિસર્ચ ટીમ ઓપિનિયન પોલ મુજબ કોંગ્રેસ પંજાબમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી શકે છે પરંતુ બહુમત મેળવવુ કોંગ્રેસ માટે મુશ્કેલ બની શકે છે. જ્યારે ગોવામાં કોંગ્રેસ-ગોવા ફૉરવર્ડ પાર્ટી ગઠબંધનને બહુમત મળી શકે છે. વળી, ઉત્તરાખંડ અને મણિપુર રાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર છે.

પંજાબનો ઓપિનિયન પોલ

પંજાબનો ઓપિનિયન પોલ

ઈન્ડિયા ટીવીના ઓપિનિયન મુજબ પંજાબની 117 વિધાનસભા સીટમાંથી કોંગ્રેસ 50-52 સીટો જીતી શકે છે. જ્યારે શિરોમણિ અકાલી દળ(શિઅદ) અને આમ આદમી પાર્ટી(આપ) બીજા સ્થાન માટે હોડમાં છે. શિરોમણિ અકાલી દળને 30-32 સીટો મળવાનુ અનુમાન છે. જ્યારે આપને 29-31 સીટો મળી શકે છે. ભાજપ અને તેના સહયોગી પક્ષ માત્ર એકથી ત્રણ સીટો જીતી શકે છે જ્યારે 'અન્ય' એકથી ત્રણ સીટો જીતી શકે છે. અહીં અનુમાનિત વોટ શેર ટકા છે.

પંજાબનો સીએમનો ચહેરો

પંજાબનો સીએમનો ચહેરો

ઓપિનિયન પોલ દરમિયાન જ્યારે બેસ્ટ સીએમ માટે સવાલ પૂછવામાં આવ્યા ત્યારે 37 ટકા લોકો મુખ્યમંત્રી ચરણસિંહ ચન્ની સમર્થનમાં આવ્યા. જ્યારે આમ આદમી પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાદ ભગવંત માન સાથે 27 ટકા લોકો હતા. વળી, શિરોમણિ અકાલી દળ પ્રમુખ સુખબીર સિંહ બાદલ 15 ટકા સાથે ત્રીજા અને પીસીસી પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુ 9 ટકા સાથે પાછળ ચાલી રહ્યા છે.

ગોવા વિધાનસભા ચૂંટણીનો ઓપિનિયન પોલ

ગોવા વિધાનસભા ચૂંટણીનો ઓપિનિયન પોલ

વળી, ઈન્ડિયા ટીવીના ઓપિનિયન પોલ મુજબ ગોવામાં, કોંગ્રેસ-ગોવા ફૉરવર્ડ પાર્ટી ગઠબંધનને બહુમત મળવાનુ અનુમાન છે અને 40 સીટોવાળા ગૃહમાં 17થી 21 સીટો જીતી શકે છે. સત્તારુઢ ભાજપને 14તી 18 સીટો જીતવાનુ અનુમાન છે. જ્યારે તૃણમૂલ કોંગ્રેસ અને તેની એમજીપી સહયોગી બેથી ચાર સીટો જીતી શકે છે. આમ આદમી પાર્ટીને શૂન્યથી બે સીટો જીતવાનુ અનુમાન છે જ્યારે 'અન્ય'ને એક સીટ મળી શકે છે. અહીં અનુમાનિત વોટ શેર ટકા છે.

ગોવામાં સીએમ પદનો ચહેરો

ગોવામાં સીએમ પદનો ચહેરો

વળી, ગોવામાં સર્વશ્રેષ્ઠ મુખ્યમંત્રી પદની શ્રેણીમાં ગોવાના સીએમ પ્રમોદ સાવંદ 27 ટકા સાથે આગળ છે જ્યારે કોંગ્રેસ નેતા દિગંબર કામતને 17 ટકા અને ભાજપના મંત્રી વિશ્વજીત પ્રતાપસિંહ રાણેને 12 ટકા અંક મળ્યા છે. ગોવા ફૉરવર્ડ પાર્ટીના નેતા વિજય સરદેસાઈને મતદાન કરનારાના 8 ટકા સમર્થન મળ્યુ.

ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી ઓપિનિયન પોલ

ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી ઓપિનિયન પોલ

ઈન્ડિયા ટીવીના ઓપિનિયન પોલ મુજબ ઉત્તરાખંડમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર દેખાઈ રહી છે. અહીં ભાજપ અને કોંગ્રેસને 70 સીટોવાળા ગૃહમાં 33-35 સીટો જીતવાનુ અનુમાન છે. આપને એક સીટ અને 'અન્ય'ને બે સીટ મળી શકે છે. અહીં અનુમાનિત વોટ શેર ટકા છે.

સીએમ માટે બેસ્ટ ચહેરો કોણ

સીએમ માટે બેસ્ટ ચહેરો કોણ

વળી, ઉત્તરાખંડમાં સીએમ ઉમેદવારને લઈને પણ પોલ કરવામાં આવ્યો જેમાં કોંગ્રેસ નેતા હરીશ રાવત મતદાન કરનારાને 44 ટકા સમર્થન મેળવીને મુખ્યમંત્રીની દોડમાં સૌથી આગળ છે. જ્યારે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીને 42 ટકા વોટ મળ્યા છે. ભાજપ નેતા અનિલ બલૂની ત્રણ ટકા સમર્થન સાથે ત્રીજા સ્થાને છે.

મણિપુર વિધાનસભા ઓપિનિયન પોલ

મણિપુર વિધાનસભા ઓપિનિયન પોલ

પૂર્વોત્તર સીમાવર્તી રાજ્ય મણિપુરમાં ભાજપ બહુમતની નજીક આવી શકે છે. 60ના ગૃહમાં ભાજપને 26થી 30 સીટો જીતવાનુ અનુમાન છે. કોંગ્રેસ બીજા સ્થાને આવી શકે છે અને 22થી 26 સીટો, એનપીએફ 3-7 સીટો જીતવાનુ અનુમાન છે. એનપીપીને 1-3 સીટો અને 'અન્ય' શૂન્યથી બે સીટો જીતી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X