ભારત-અમેરિકાએ BECA પર કર્યા હસ્તાક્ષર, એગ્રીમેન્ટથી વધશે ભારતની તાકાત અને ચીનની ચિંતા
નવી દિલ્લીઃ ભારત અને યુનાઈટેડ સ્ટેટ્સ અમેરિકાએ પાયાગત વિનિમય અને સહયોગ સમજૂતી(BECA) પર હસ્તાક્ષર કરી દીધા. રક્ષા મંત્રાલયના અધિક સચિવ જીવેશ નંદને ભારત તરફથી સમજૂતી પર હસ્તાક્ષર કર્યા. તમને જણાવી દઈએ કે અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા યુએસ વિદેશ મંત્રી માઈક પોમ્પિયો અને રક્ષા સચિવ માર્ક એસ્પર ત્રીજી 2+2 મંત્રીસ્તરીય વાતચીત માટે ભારત પહોંચ્યા છે. મંગળવારે પોમ્પિયો અને એસ્પરે હૈદરાબાદ હાઉસમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને વિદેશ મંત્રી એસ જયશંકર સાથે બેઠક કરી.
તમને જણાવી દઈએ કે મંગળવારે બંને દેશોના મોટા નેતાઓ વચ્ચે થયેલી ત્રીજી 2+2 વાતચીતમાં BECA પર હસ્તાક્ષર વિશે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ કે આ એગ્રીમેન્ટથી સૂચના ભાગીદારીમાં નવા રસ્તા ખુલશે. સંરક્ષણ મંત્રી બોલ્યા, 'સૈન્ય સહયોગમાં આપણી સેના ખૂબ પ્રગતિ કરી રહી ચે. બે દિવસની બેઠકમાં અમે પડોશી અને અન્ય દેશોની સંભવિત ક્ષમતા નિર્માણ અને અન્ય સંયુક્ત સહયોગ ગતિવિધિ પર ચર્ચા કરી. અમે એ વાત પર પણ સંમતિ દર્શાવી કે નિયમો અને કાયદા આધારિત આંતરરાષ્ટ્રીય કાયદો વ્યવસ્થા અને આંતરરાષ્ટ્રીય સમુદ્રમાં નેવિગેશનની સ્વતંત્રતા, બધા દેશોની ક્ષેત્રીય અખંડતા અને સંપ્રભુતાનુ સમ્માન કરવુ જરૂરી છે.'
શું છે BECA?
BECA(બેકા) એ સમજૂતી છે કે જેના દ્વારા અમેરિકા અને ભારત વચ્ચે ઘણી મહત્વની અને સંવેદનશીલ માહિતીઓ શેર થઈ શકશે. સાથે જ એડવાંસ મિલિટ્રી હાર્ડવેર અને અંતરિક્ષમાં પણ પરસ્પર સહયોગ વધશે જેને જિયોસ્પેશિયલ ઈન્ટેલીજન્સ તરીકે ઓળખવામાં આવે છે. એગ્રીમેન્ટ બાદ અમેરિકી રક્ષા વિભાગ પેંટાગન હેઠળ આવતી નેશનલ જિયોસ્પેશિયલ ઈન્ટેલીજન્સ એજન્સી, ભારતના રક્ષા મંત્રાલય સાથે મિલિટ્રી માહિતીઓ શેર કરશે. જે માહિતીઓ ભારતને મળશે તેમાં અનક્લાસીફાઈડ ઈમેજરી, જિયોડેક્ટિક એટલે કે અંતરિક્ષનો ડેટા, જિયોમેગ્નેટીક અને ગુરુત્વાકર્ષણ સાથે જોડાયેલ ડેટા શામેલ હશે. મોટાભાગે આવી માહિતી ભારત સાથે શેર કરવામાં આવશે જે વર્ગીકૃત નહિ હોય એટલે કે જેનો કોઈ રેકોર્ડ નહિ હોય.
India and the United States have signed the Basic Exchange and Cooperation Agreement (BECA). Defence ministry’s Additional Secretary Jivesh Nandan signed the agreement on behalf of India. pic.twitter.com/374IT0h3OF
— ANI (@ANI) October 27, 2020
હાફિઝ સઈદના બનેવી સહિત 18 લોકો ઘોષિત થયા આતંકવાદી