For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતની પાકિસ્તાનને ચેતવણી, સ્થિતિઓ અંગે કરો સ્પષ્ટતા

By Super
|
Google Oneindia Gujarati News

loc india
નવી દિલ્હી, 14 ઑગસ્ટઃ ભારતે પાકિસ્તાનને મંગળવારે કહ્યું છે કે, તે સંઘર્ષ વિરામ ઉલ્લંઘનને રોકે. સાથે જ કહ્યું કે, બન્ને પક્ષો વચ્ચે વાર્તા પહેલા 'સ્થિતિઓ' સ્પષ્ટ થાય. વિદેશ મંત્રી સલમાન ખુર્શિદે કહ્યું કે પાકિસ્તાનની હાલની કાર્યવાહીઓથી નિરાશાના ભાવ છે.

બીજી તરફ વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરુદ્દીને કહ્યું કે, પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાજ શરીફે ભારતની સાથે સારા સંબંધો બનાવવાની ઇચ્છાનું ભારત સ્વાગત કરે છે, પરંતુ દબાણ સાથે કહ્યું કે, નિયંત્રણ રેખા પર અકારણ ઘટેલી ઘટનાઓની દ્વિપક્ષીય સંબંધો પર અસર પડી છે.

દ્વિપક્ષીય સંબંધોથી પાછળ નહીં હટતા ભારતે મંગળવારે સ્પષ્ટ કર્યુ કે નિયંત્રણ રેખા પર થયેલા ભડકાઉ ગતિવિધિઓના કારણે વર્તમાન વાતાવરણ પાકિસ્તાનની સાથે શાંતિપૂર્ણ વાર્તા માટે ઉપયુક્ત માહોલ તૈયાર કરતી નથી. ભારતે એમ પણ કહ્યું કે, ઉપયુક્ત સમય પર વાર્તા કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આજના વાતાવરણમાં કોઇ પ્રતિક્રિયા આપવી સંભવ નથી. આ નિરાશાનો ભાવ છે. સીમા પર આપણા જવાન શહીદ થયા, અમે હજુ પણ સદમામાં છીએ. ખુર્શીદે કહ્યું કે, આજે પ્રાથમિકતા એ છે કે સંઘર્ષ વિરામ ઉલ્લંઘન રોકે. તેમણે કહ્યું કે, અમે અનેક બાબતો અંગે પ્રતિક્રિયા આપે આ પહેલા સ્થિતિઓ સ્પષ્ટ થવી જોઇએ, જે અડધી છે અને પાઇપલાઇનમાં છે.

પાકિસ્તાન સાથે વાર્તા કરવા અંગે પૂછવામાં આવતા કહ્યું કે, મહત્વપૂર્ણ વાત એ છે કે નિયંત્રણ રેખા અને સીમા પર શાંતિ અને ધેર્યનો માહોલ હોય. તેમણે કહ્યું કે આપણે આ મુદ્દે સમાધાન કરીએ એ પહેલા બીજી તરફ, પાકિસ્તાન તરફથી કેટલાક પગલા ઉઠાવવાની જરૂર છે.

English summary
India Warns Pakistan over LOC dispute
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X