India Weather Update : ગરમીમાંથી મળશે રાહત, આ રાજ્યોમાં થશે વરસાદ
India Weather Update : ભારતીય વિભાગમાં જણાવ્યા અનુસાર આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપૂર, મિજોરમ અને ત્રિપૂરામાં 3 અને 4 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદ નોંધાય તેવી શક્યતા છે.
આ સાથે પૂર્વ ભારતની વાત કરવામાં આવે તો, ગંગા કિનારાના રાજ્યો પશ્ચિમ બંગાળ, ઓડિશામાં 2 થી 6 ડિસેમ્બર, અંડમાન અને નિકોબારમાં 2 થી 5 સપ્ટેમ્બર વચ્ચે ભારે વરસાદ થાય તેવી શક્યતા છે.

આ ઉપરાંત મધ્ય ભારતની વાત કરવામાં આવે તો વિદર્ભમાં 5 અને 6 સપ્ટેમ્બર, છત્તીસગઢમાં 4થી 6 સપ્ટેમ્બર વચ્ચે ભારે વરસાદ નોંધાશે. આ સાથે પશ્ચિમ ભારતના રાજ્યોની વાત કરવામાં આવે તો, કોંકણ, ગોવામાં 5 સપ્ટેમ્બર, મહારાષ્ટ્રમાં 3-4 સપ્ટેમ્બર અને ગુજરાતમાં 5 સપ્ટેમ્બરના રોજ વરસાદ નોંધાય તેવી શક્યતા છે.
ભારતીય હવામાન વિભાગે દક્ષિણ ભારતના રાજ્યોની વાત કરવામાં આવે તો તામિલનાડુ, પોડિંચેરી, દક્ષિણ ઇન્ટિરિયર કર્ણાટક અને રાયલસીમામાં 5 સપ્ટેમ્બરના રોજ વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ સાથે આધ્ર પ્રદેશ, યનમ, કેરળ અને માહેમાં 6 સપ્ટેમ્બર સુધી તેલંગાણામાં ત્રણથી પાંચ સપ્ટેમ્બર વચ્ચે ભારે વરસાદ નોંધાશે.












Click it and Unblock the Notifications
